)
Gujarat Weather Forecast : ગુજરાત પર છેલ્લા કેટલાક સમયથી કુદરતની માઠી દશા બેઠેલી જણાઇ રહી છે. સેન્ટ્રલ વોટર કમીનશનના રીપોર્ટ ઓન ફ્લડ ડેમેજ સ્ટેટેસ્ટિક્સ ના અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને પુરનાપગલે 8 હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન થયુ છે એટલે કે વર્ષે સરેરાશ 1150 કરોડ કરતાં વધારેનું નુકસાન થાય છે.
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં વરસાદનું ચિત્ર બદલાયુ છે જે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં આજે સરેરાશ 125 ટકા કરતાં વધારે વરસાદ પડે છે. ઘણી વખતે વધુ પડતા વરસાદને પગલે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો. વરસાદને પગલે સર્જાયેલા પૂરની પરિસ્થિતિમાં ગુજરાતે જાન માલનું ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં વાર્ષિક સરેરાશ મુજબ 7.20 લાખ હેક્ટરમાં 580 કરોડના પાકને પૂરના પગલે નુકસાન થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 47 લાખથી વધારે ગુજરાતીઓ ભારે વરસાદ કે પૂરને પગલે અસરગ્રસ્ત થયા તો છેલ્લા 70 વર્ષમાં 9 હજારથી વધુ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે.
જ્યારે પણ ભારે વરસાદ કે પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સૌથી વધારે અસર થાય છે. ગુજરાતમાં આવતા પૂર અને તેના પગલે ખેતીને થતા નુકસાન અને અસરની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં વર્ષે પૂરના કારણે સરેરાશ 16 લાખ હેક્ટર વિસ્તાર પૂરની ઝપેટમાં આવી જાય છે. જેના પગલે 47.60 લાખ વસ્તી સીધી કે આડકરતી રીતે પ્રભાવિત થાય છે. દર વર્ષે રાજ્યનો સરેરાશ 10 લાખ હેક્ટર ખેતીના વિસ્તાર નુકસાનને ભેટ ચઢે છે, જે પાકનું મુલ્ય એક હજાર કરોડ જેટલુ થાય છે. આ સિવાય અંદાજે 12 હજારથી વધુ પશુઓના મોત થયા છે. ખેતી મકાન પશુઓ મળી રાજ્યને વર્ષે 1500 કરોડથી વધારેનું નુકસાન થાય છે.
વર્ષ 2020થી ગુજરાતને થયેલ નુકસાની વાત કરી એ તો
અતિવૃષ્ટિ અને પૂરની કુદરતી આપત્તિના કારણે ખેતી, ઘર, અને જાહેર મિલ્કતને નુકસાન થવાના કિસ્સ્માં ગુજરાત દેશના રાજ્યોમાં પ્રથમ દસમાં સ્થાન પામે છે. વળી ગુજરાતના કાંઠે રહેલા અરબી સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થતાં વાવાઝોડાનું પ્રમાણ પણ વધ્યું છે. જેનો ભોગ ગુજરાત બનતુ આવ્યું છે. આવા સંજોગોમાં ગુજરાતને પૂર અને અતિવૃષ્ટિથી થતા નુકસાનથી બચાવા માટ વૈજ્ઞાનિક અભિગમ અનિવાર્ય બન્યો છે.
લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, ગુજરાતમા 1 ઓક્ટોબરથી 94 MM વરસાદ પડ્યો, જે 339% વધુ વરસાદ છે. સામાન્ય રીતે આ મહિનામાં 21.4% જેટલો વરસાદ નોંધાતો હોય છે. કેન્દ્ર સરકારના હવામાનના વિભાગના વિશ્લેષણ મુજબ, રાજ્યમાં આ વર્ષે છેલ્લા 4 વર્ષના રેકોર્ડમાં સૌથી વધુ વરસાદનો માર પડ્યો છે. ઓક્ટોબર 2025 માં સામાન્ય કરતા 339% વધુ વરસાદ નોંધાયો છે. ઓક્ટોબર માસમાં સામાન્ય રીતે નોંધાતો હોય છે, જે મહતમ 19- 21 MM વરસાદ કહેવાય.
છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં ઓક્ટોબર માસમાં નોંધાયેલ વરસાદ
ગુજરાતમાં છેલ્લા લગભગ 10 દિવસ (લગભગ ૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૩ નવેમ્બર, ૨૦૨૫ સુધી) દરમિયાન થયેલા કમોસમી વરસાદ (માવઠા) ને લઈને નુકસાનની વિગતો, સરકારી પગલાં અને નિવેદનોનો ક્રમશઃ ઘટનાક્રમ
કમોસમી વરસાદને લઈને સમગ્ર ઘટના ક્રમ (છેલ્લા 10 દિવસ)
પાકને નુકસાન: આ વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગર સહિતના તૈયાર પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ. ખેડૂતોમાં ચિંતાનો માહોલ.
સરકારી એક્શન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સિનિયર મંત્રીઓ સાથે બેઠક યોજી. પાંચથી વધુ મંત્રીઓને (જેમ કે જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, કૌશિક વેકરિયા) અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સ્થિતિનો તાગ મેળવવા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી.
વ્યાપક નુકસાન: સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં લાખો હેક્ટરમાં વાવેલો કપાસ અને મગફળીનો પાક લગભગ તબાહ થવાના અહેવાલ.
સરકારનો સૈદ્ધાંતિક નિર્ણય: બેઠકમાં પાક નુકસાની માટે સહાય ચૂકવવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો. જિલ્લા અને તાલુકા સ્તરના કૃષિ અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના અપાઈ.
ગ્રામ સેવકો દ્વારા સર્વે: સરકારે ગ્રામ સેવકોને એક અઠવાડિયામાં સર્વે રિપોર્ટ આપવા જણાવ્યું.
સર્વેનો આદેશ: રાજ્ય સરકારે પાક નુકસાનીનો સર્વે કરવાના આદેશ આપ્યા.
કિસાન સંઘની માંગ: પ્રદેશ કિસાન સંઘે સહાય નહીં પણ વળતર ચૂકવવાની અને SDRF/NDRF ઉપરાંત વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી.
ઝડપી સર્વેની સૂચના: મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં અહેવાલ આપવા અધિકારીઓને સૂચના આપી.
કમોસમી વરસાદથી થયેલું નુકસાન
સરકાર તરફથી લેવાયેલા પગલાં અને નિવેદનો/બાંહેધરીઓ