AMC Election Result LIVE: ખાડિયામાં રસાકસીભર્યા જંગમાં ભાજપની પેનલ જીતી, ભાજપનો આટલા વોર્ડમાં વિજય

ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ.

AMC Election Result LIVE: ખાડિયામાં રસાકસીભર્યા જંગમાં ભાજપની પેનલ જીતી, ભાજપનો આટલા વોર્ડમાં વિજય

ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થઈ રહી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી થઈ. શરૂઆતમાં જે વલણ જોવા મળી રહ્યા છે તેમાં ભાજપને જંગી લીડ મળી રહી છે. 

AMC ચૂંટણી પરિણામ Live Updates...

વિરાટનગરમાં ભાજપ જીત્યો
વિરાટનગર વોર્ડમાં ભાજપની પેનલે જીત મેળવી છે જ્યારે મણિનગરના વોર્ડ નંબર 37માં પણ ભાજપ આગળ છે. 

ખાડિયામાં ભાજપની પેનલ જીતી
ખાડિયામાં અગાઉ ચારેય બેઠકો પર કોંગ્રેસ આગળ હતી પરંતુ હવે ભાજપની પેનલનો વિજય થયો છે. 

ઈન્દ્રપુરી વોર્ડમાં ભગવો લહેરાયો
ઈન્દ્રપુરી વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ બાજુ વિરાટનગર વોર્ડમાં પણ ભાજપ આગળ છે. ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં પણ ભાજપની જીત થઈ છે. 

કુલ 48 વોર્ડમાંથી આટલા વોર્ડમાં ભાજપને મળી જીત
જાહેર થયેલા પરિણામ મુજબ અત્યાર સુધીમાં કુલ 20 વોર્ડમાં ભાજપને જીત મળી છે. અમદાવાદમાં કુલ 48 વોર્ડ છે. 

આમ આદમી પાર્ટી અને AIMIM ને ફટકો
અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM ને મતદારોએ આંચકો આપ્યો છે. સુરતમાં સારું પ્રદર્શન કરનારી આમ આદમી પાર્ટીને ફાળે હાલ કોઈ બેઠક નથી. અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ બે જ પાર્ટી મતદારોને આકર્ષવામાં સફળ રહી છે. 

ચાંદલોડિયામાં ભાજપ જીત્યું, બોડકદેવમાં પણ જીત
ચાંદલોડિયામાં ભાજપની પેનલે જીત મેળવી છે. પશ્ચિમ અમદાવાદમાં બોડકદેવમાં પણ ભાજપની પેનલ જીતી છે. 

નારણપુરામાં ભાજપની જીત, વેજલપુરમાં આગળ
નારણપુરામાં ભાજપની પેનલે જીત મેળવી લીધી છે. ભાજપના એક ઉમેદવાર અગાઉ બિનહરિફ છે. જ્યારે ત્રણ ઉમેદવારોએ જીત મેળવી. વેજલપુરમાં પણ ભાજપની પેનલ જીતી છે.

બાપુનગરમાં ભાજપની જીત
બાપુનગરમાં ભાજપની પેનલને જીત મળી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 3 અને ભાજપ પાસે એક જ બેઠક હતી. જ્યારે આ વખતે આખી પેનલે જીત મેળવી. 

બહેરામપુરામાં રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર લતીફ રંગરેજની માત્ર 67 મતથી હાર્યા. જેના કારણે બહેરામપુરામાં રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું છે. બહેરામપુરામાં કોંગ્રેસે જીત મેળવી છે. પોસ્ટલ બેલેટ સહિત 11 રાઉન્ડ ના અંતે કોંગ્રેસની જીત થઈ. કોંગ્રેસના કમળાબેન ચાવડા - 14800, તસ્નીમઆલમ બાવા સાહેબ - 12702, રફીક શેખ - 11913, શાહજહાબાનું અન્સારી - 13084. 

સરદારનગર વોર્ડમાં ભાજપની પેનલની જીત
સરદાર નગર વોર્ડમાં 12 રાઉન્ડના અંતે ભાજપની પેનલે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવીાર ઓમપ્રકાશ તિવારી પાતળી સરસાઈથી હાર્યા. તેમને 16018 મત મળ્યાં. જ્યારે ચારેય જીતેલા ઉમેદવારોને મળેલા મતો કંચન પંજવાણી - 20386, ચંદ્રપ્રકાશ ખાનચંદાની - 18106, મિત્તલ મકવાણા - 16288, સુરેશ દાનાણી - 16159

ગુજરાત કોલેજમાં ઝપાઝપી
જ્યાં મતગણતરી થઈ રહી છે તે  ગુજરાત કોલેજમાં ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે. સરખેજના કોંગ્રેસના ઉમેદવાર વિજય આચાર્ય અને અઝીઝ પટેલે ડીસીપીને મોબાઈલ લઈને આવવા બાબતે રજુઆત કરી. કોંગ્રેસનો આક્ષેપ હતો કે ભાજપના કાર્યકરોએ મોબાઈલ સાથે પ્રવેશ કર્યો હતો. 

બહેરામપુરામાં કોંગ્રેસની જીત
બહેરામપુરામાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. અહીં કોંગ્રેસને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ કાંટાની ટક્કકર આપી. પાતળી સરસાઈથી કોંગ્રેસનો વિજય થયો છે. માત્ર 150 થી 200 મતથી કોંગ્રેસના એક ઉમેદવારને જીત મળી છે. 

જોધપુરમાં ભાજપની જીત
ભાજપની પેનલે જોધપુર વોર્ડમાં જીત મેળવી છે. ચાર ઉમેદવારોને મળેલા મતો અરવિંદ પરમાર - 25624, આશિષ પટેલ - 25540, પ્રવીણા પટેલ - 24481
ભારતી ગોહિલ - 23559. 

કોંગ્રેસનું ખાતું ખુલ્યું
દરિયાપુરમાં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. 1995થી દરિયાપુર કોંગ્રેસનો ગઢ છે. આ બાજુ દાણીલીમડામાં પણ કોંગ્રેસ પોતાનો ગઢ સાચવવામાં સફળ રહી છે. 

નવરંગપુરામાં પણ ભાજપની પેનલ જીતી
અમદાવાદના નવરંગપુરા વોર્ડમાં પણ  ભાજપની આખી પેનલ જીતી ગઈ છે. 

જોધપુર વોર્ડમાં પણ ભાજપની જીત
ભાજપની પેનલે જોધપુર વોર્ડમાં પણ જીત મેળવી છે. 

ખોખરા, નવરંગપુરા, ગોતામાં ભાજપની જીત
અમદાવાદના ખોખરા, નવરંગપુરા, ગોતા અને સૈજપુર બોઘામાં ભાજપની જીત થઈ છે. થલતેજ અને નવા વાડજમાં પણ ભાજપની પેનલ જીતી છે. 

પ્રથમ પરિણામ જાહેર
અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. આ બાજુ નિકોલમાં પણ ભાજપની જીત નિશ્ચિત છે. 

બહુમત માટે 97 બેઠક જરૂરી
અમદાવાદમાં 48 વોર્ડની કુલ 192 બેઠકો છે. જેમાં બહુમત માટે 97 બેઠકોની જરૂર છે. 

મતગણતરી શરૂ
સવારે 9 વાગે મતગણતરી શરૂ થઈ ગઈ. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી થઈ રહી છે. જેમાં હાલ ભાજપ આગળ છે.

સીસીટીવી કંટ્રોલ રૂમથી મતગણતરી પર નજર
સીસીટીવી કંટ્રોલ રૂમથી મતગણતરી પર નજર રાખવામાં આવી રહી છે. પહેલા પોસ્ટલ બેલેટ મતગણતરી થશે. આ માટે હાલ પોસ્ટલ બેલેટ મતગણતરી કેન્દ્રો પર પહોંચી ગયા છે. 

May be an image of screen, television and indoor

અમદાવાદમાં મતગણતરી સેન્ટર બહાર લોખંડી બંદોબસ્ત 
આજે અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)  ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની 191 બેઠકો (કુલ 192 બેઠક, એક બિનહરિફ વિજયી)  માટે 773 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં આવી જશે. નારણપુરાની મહિલા બેઠક ભાજપ બિનહરીફ વિજયી થઈ ચૂક્યું છે. ત્યારે બાકીની બેઠકો માટે ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી સેન્ટર બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. મતગણતરી કેન્દ્રની 100 મીટર દૂરથી જ પ્રવેશબંધી ફરમાવાઈ છે. 

એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી
મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી ખાતે થનાર છે. જેમાં 24 વોર્ડ અમરાઇવાડી, ભાઇપુરા હાટકેશ્વર, ખોખરા, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, નવાવાડજ, નવરંગપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નિકોલ, વિરાટનગર, ઓઢવ, દાણીલીમડા, મણીનગર, ઇસનપુર, જોધપુર, વેજલપુર, સરખેજ, ગોતા,ચાંદલોડીયા, અને ઘાટલોડીયાની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થશે. જ્યારે બાકીના 24 વોર્ડની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે. 

May be an image of one or more people, people standing, outdoors and text that says "OSHWAL EDUCATION B"

સૌથી પહેલા આ 8 વોર્ડની ગણતરી 
એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી સૌથી પહેલા સૈજપુરબોઘા, થલતેજ, બાપુનગર, સરદારનગર, દરિયાપુર, પાલડી, બહેરામપુરા અને વસ્ત્રાલ વોર્ડ ની મત ગણતરી 9 વાગ્યે ચાલુ થશે.

2015ની ચૂંટણીમાં ભાજપનો થયો હતો વિજય
વર્ષ 2015માં અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. એટલું જ નહીં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકમાંથી ભાજપે 142 બેઠક જીતી હતી. કોંગ્રેસે 49 બેઠક જીતી હતી. જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. આ વખતે હવે કોણ એએમસીમાં રાજ કરશે તે જોવાનું રહેશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news