Gujarat Weather Updates: ગુજરાત પર એક બાદ એક સંકટ આવતા જાય છે. પહેલાં ભરઉનાળે માવઠાનો માર પડ્યો. હજુ પણ માવઠાના મારથી ખેડૂતો બેઠાં થયા નથી. ત્યાં તો વિનાશક વાવાઝોડાની વકી આવી ગઈ છે. ગુજરાત પર ફરી એકવાર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ. હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પહેલા ઉત્તર-પશ્ચિમમાં થશે ભારે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં ભારે પવનનું એલર્ટ, દરિયાકાંઠે મીની વાવાઝોડુ ફૂંકાશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરે છે. મે મહિનાના અંતે સામાન્ય રીતે પ્રિમોન્સૂન વરસાદ સ્થાનિક સી.બી.કલાઉડથી સર્જાતો હોય છે. પરુંતુ આવખતે હવામાન તેનું વિચિત્રરૂપ દર્શાવી રહ્યું છે. 


દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ૬૫ કિ.મી.સુધીની ઝડપ સાથે મીની વાવાઝોડુ ફૂંકાવાની ચેતવણી દિશાએથી ગુજરાત ઉપર ચોમાસુના આગમનને હજુ ચાર આજે મૌસમ વિભાગે જારી કરી છે. અને ગુજરાતના તમામ સપ્તાહનો સમય બાકી છે. ત્યારે ચોમાસા પહેલા વાવાઝોડાને બદલે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું છે. જેના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તા. તા.૨૬ મે સુધી 30 થી 40 કિ.મી.ની ઝડપે તથા દરિયાકાંઠે ૬૫ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી અપાઈ છે. જેને પગલે ગુજરાતના તમામ બંદરોએ માછીમારોને દરિયા નહીં ખેડવાની ચેતવણી અપાઈ છે.આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા બદલાઈને પશ્ચિમી થઈ હતી અને અરબી સમુદ્ર ઉપરથી વધુ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો.