ઉદય રંજન, અમદાવાદઃ ગાંધીના ગુજરાતમાં દિનપ્રતિદિન બુટલેગરો બેફામ થતાં જાય છે. ખાસ કરીને દારૂનો વેપાર કરતા બુટલેગરોને હવે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી. પૈસાની લેતી દેતી કરીને વહીવટ કરનારા અને ગેરકાયદે રીતે દારૂનું ભરણ આપતાં બુટલેગરોને હવે પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી. આવી જ એક ઘટના આજે સામે આવી છે. જેમાં ચિક્કાર દારૂ ભરેલી ગાડી લઈને જઈ રહેલા બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારતા એએસઆઈનું મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ અપડેટઃ


  • ​અમદાવાદ જિલ્લાના કણભામાં ASIના મોતનો મામલો

  • કણભા પોલીસની ગાડીને બુટલેગર મારી ટક્કર

  • શંકાસ્પદ દારૂની ગાડીને PCR વાને રોકી હતી

  • બુટલેગરે PCR વાનને ટક્કર મારતા ASIનું મોત નીપજ્યું

  • દેશી દારૂ ભરેલી ગાડી ખેડા તરફથી આવતી હોવાનું ખુલ્યું

  • પોલીસને ગાડીમાંથી 14 હજાર રૂપિયાનો દેશી દારૂ મળ્યો

  • પોલીસકર્મી બળદેવજી નીનામાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું

  • પોલીસે હત્યાની કલમ સહીતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • ગાડી માલિક સહિતના લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

  • બૂટલેગર ની Ritz કાર હતી

  • બૂટલેગરની કારના બે લોકો હતા જે ફરાર થાય છે 

  • બૂટલેગરની કાર એ ઝાકીર શેખના નામ પર રજીસ્ટર હતી 


અમદાવાદ જિલ્લાના કણભામાં આ ઘટના બની છે.  કણભા માં પોલીસ ની ગાડી ને ટક્કર મારીને બુટલેગર ફરાર થઈ ગયો છે. આ ઘટનામાં એએસઆઈનું મોત નિપજ્યુ છે જ્યારે અન્ય એક પોલીસકર્મી પણ ગંભીર રીતે ઘવાયા છે. કણભા પોલીસમાં ફરજ બજાવતા ASI બળદેવજી ઠાકોરનું મોત નિપજ્યું છે. બુટલેગરની ગાડીમાં ચિક્કાર દેશી દારૂ ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર એકદમથી એકશન મોડમાં આવી ગયું છે. 


ખાસ કરીને કણભામાં બનેલી આ ઘટના બાદ અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા ટીમો કામે લગાવી લીધી છે. જોકે, અહીં એક વાત તો ચોક્કસ છેકે, છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં બુટલેગરો સાવ બેફામ બન્યા છે. તેમને કાયદો કે પોલીસનો કોઈ ભય રહ્યો નથી. હાલ આ મામલામાં પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આરોપીને પકડવા માટે તંત્ર દોડતું થયું છે.


ઉલ્લેખનીય છેકે, કણભા પોલીસ ને માહિતી હતી કે દારૂ ની હેરાફેરી થવા ની છે જેને પગલે કણભા પોલીસ વોચ માં હતી અને બુટલેગર ની કાર નીકળતા તેનો પીછો કણભા પોલીસ ની એક ટીમ ખાનગી વાહન માં કરી રહી હતી એ સમયે બુટલેગર ની કારે યુ ટર્ન લીધો ફૂલ સ્પીડ ના ત્યારે કણભા પોલીસ ની pcr વાન રોડ બ્લોક કરી ઊભી હતી. જેની સાથે બુટલેગર ની કારે અક્સ્માત કર્યો જેમાં asi બળદેવજી સહિત અન્ય પોલીસ કર્મી સવાર હતા જેમાં બળદેવજી ને માથા ના ભાગે ગંભીર ઇજા થઇ હતી ત્યારે બૂટલેગર ની કાર માંથી દારૂ નો જથ્થો મળી આવ્યો છે અને બુટલેગર ફરાર થયા છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી એ આરોપીઓ ને લઇ ને તપાસ શરૂ કરી છે. મૃતક ASI બળદેવજી  આ PCR ના ઇન્ચાર્જ હતા.