સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ ગુજરાતના કેટલાક ગામડા એવા છે જે સુવિધાઓ અને પોતાના અનોખાપણાના કારણે શહેરોને પણ પાછળ મૂકી રહ્યા છે. આ ગામડાઓ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને પણ ઈર્ષા ઉપજે તેવું છે. તેઓ પણ પોતાના ભાગ્ય પર ઈર્ષા કરશે. આવો જાણીએ આવા જ કેટલાક ગુજરાતના ગામડાઓ વિશે....ગુજરાતના મહેસાણાનું મોઢેરા આવું જ એક ગામ છે જે દેશનું પહેલું સૌરઉર્જાવાળું ગામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુનારિયા ગામ
બે દાયકા પહેલા આમિર ખાનની ફિલ્મ લગાનથી દેશભરમાં ચર્ચામાં આવેલા કચ્છના કુનારિયા ગામને લગાન ગામ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 4000 ની વસ્તીવાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગ્રીન ગોલ મેળવ્યા છે. ગામમાં છેલ્લા પાંચ વર્ષોમાં 1.6 લાખ છોડ વાવવામાં આવ્યા છે. આ વર્ષે પણ 40 હજાર છોડ લગાવવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. આ સિવાય ગામમાં 3 ગીગાવોટનો સોલર પ્લાન્ટ લગાવવા માટે એક કંપની સાથે વાત પણ ચાલુ હતી. ગામના સરપંચ સુરેશ  છંગાએ અગાઉ જણાવ્યું હતું કે કંપની સૈદ્ધાંતિક રીતે સહમત છે. તેને લગાવવામાં 4 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેના લાગવાથી ગામને 7 લાખ રૂપિયા પ્રતિ મહિને વીજળીના બિલની બચત થશે. આ બધુ સરકારના સહયોગ વિના થશે. અમે જાણીએ છીએ કે કાર્બન ઉત્સર્જન આપણી જળવાયુને પ્રભાવિત કરી રહ્યો છે. આથી આ નિર્ણય લેવાયો છે. ગામમાં પશુઓની પણ સારી એવી સંખ્યા છે. આથી પશુઓના ગોબરથી બાયોગેસ  બનાવીને તેને એલપીજીના સ્થાને ઉપયોગમાં લેવાશે. આ માટે ગામના 50 પરિવારોએ બાયોગેસ પ્લાન્ટની સાથે કરાર કરી લીધો છે. તેમાં 22 પરિવારે બાયોગેસનો ઉપયોગ શરૂ કર્યો છે. ગામમાં પર્યાવરણ સંરક્ષણ માટે અનેક પ્રયોગો ચાલુ છે. આવા જ એક પ્રયોગમાં ગામના 50 ખેડૂતોએ રેન વોટર હાર્વેસ્ટિંગથી સારા પરિણામ મેળવ્યા છે. તેનાથી જળસ્તર ઊંચુ આવ્યુ છે, ભૂગર્ભ જળમાં ટીડીસી (ટોટલ  ડિઝોલ્વ સોલિડ)ની સંખ્યા અડધાથી પણ ઓછી રહી ગઈ છે. 


ધર્મજ
આણંદ જિલ્લાના પેટલાદ તહસીલ હેઠળ આવતા આ ગામે એક નવી જ ઓળખ ઊભી કરી છે. NRI વિલેજ તરીકે ઓળખાય છે. કારણ કે ગામમાંથી અનેક દાયકાઓ પહેલા ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને ગામનું નામ જ પછી તો એનઆરઆઈ વિલેજ પડી ગયું. આ ગામમાં 18થી વધુ  બેંક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ અદભૂત છે. હવે આ ગામ પોતાની 1971માં એક ચરાગાહ-સુધાર પરિયોજના લાગૂ કરવા બદલ ચર્ચામાં છે. આ યોજના હેઠળ રાહત દરે ઉજ્જડ જમીન પર ચારો ઉગાડવાની જોગવાઈ હતી. ધર્મજના ગોચર સુધાર મોડલથી પ્રભાવિત થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં અન્ય ગામડાઓને પણ તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 


પુંસારી
અમદાવાદથી 100 કિલોમીટર દૂર સાબરકાંઠા જિલ્લામાં સ્થિત આ ગામે ગુજરાતનો પહેલો આદર્શ ગ્રામ પુરસ્કાર જીત્યો હતો. ગામે આ માટે ઘણું કર્યું છે. ગામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરો જેવું છે. એરકંડિશન શાળાથી લઈને ગામમાં બાયોમેટ્રિક હાજરી લાગે છે. એટલું જ નહીં ગામમાં બાયોગેસ પ્લાન્ટ ઉપરાંત સીસીટીવીની સુરક્ષા છે અને હાઈટેક આંગનવાડી કેન્દ્ર છે. ગામમાં ટીડીએસની માત્રા વધુ હતી. આથી ગામમાં રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) પ્લાન્ટ છે. જેનાથી રહીશોને 20 લીટર પાણી 4 રૂપિયામાં મળે છે. બીજા ગામડાઓને આ પાણી 20 રૂપિયામાં વેચવામાં આવે છે. આ પ્લાન્ટથી વાર્ષિક 1.5 લાખ રૂપિયાની કમાણી થાય છે. આરઓના બેકાર પાણીને ભેગુ કરીને તેને વાહનોને ધોવામાં ઉપયોગમાં લેવાય છે. આ  ગામની કુલ વસ્તી 5000 છે. ગામના નાળા અને રસ્તાઓની સફાઈ માટે વિશેષ મશીનો છે. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો જીપીએસથી મેપ્ડ છે. એનબીટીના અહેવાલ મુજબ ગામના વિકાસનો શ્રેય હિમાંશુ પટેલને જાય છે. તેઓ કહે છે કે ગામનો વિકાસ પીપલ પંચાયત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પર આધારિત છે. 


અફવા
સુરતના આ ગામની ઝાકમઝોળ શહેરથી પણ વધુ છે. ગામમાં વીજળીના ક્યાંય લટકતા તાર નથી. પાણીની પાઈપલાઈન, ટેલિફોન લાઈન, ઈન્ટરનેટ કેબલ સહિત તમામ સુવિધાઓ અંડરગ્રાઉન્ડ છે. ગામની કુલ વસ્તી 2500 છે. ગામમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને તેના વિતરણની સારી વ્યવસ્થા છે. ગામનો આ કાયાકલ્પ અહીંથી અમેરિકા જઈને વસેલા લોકોને કારણે થયો છે. આ ગામના દરેક ધરમાંથી એક એક સભ્ય અમેરિકામાં છે. આ ગામની એક વધુ ઓળખ છે કે જો તમે રોડ દ્વારા પસાર થઈ રહ્યા હોવ તો આખો દિવસ તમને ભક્તિ સંગીત સાંભળવા મળશે. આ ઉપરાંત ગામના તમામ  ડ્રેનેજ અંડરગ્રાઉન્ડ છે. સ્વચ્છતામાં પણ આ ગામ શહેરોને પાછળ છોડે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube