ગુજરાતના ગુનેગારો હવે નહીં બચે! બુટલેગરોના ઘરે ગરજી રહ્યું છે 'દાદાનું બુલડોઝર', કોંગ્રેસને કેમ ન ગમી કાર્યવાહી?

Gujarat Police: ગુજરાત પોલીસ આ વખતે અસામાજિક તત્વોને છોડવાના જરા પણ મૂળમાં લાગી રહી નથી. અમદાવાદ, સુરત, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બુટલેગરોના ઘરો પર બુલડોઝર ફરી રહ્યું છે. 

ગુજરાતના ગુનેગારો હવે નહીં બચે! બુટલેગરોના ઘરે ગરજી રહ્યું છે 'દાદાનું બુલડોઝર', કોંગ્રેસને કેમ ન ગમી કાર્યવાહી?

Gujarat Police: ફુલ એક્શનમાં જોવા મળી રહેલી પોલીસ આ વખતે અસામાજિક તત્વોને છોડવાના જરા પણ મૂળમાં નથી લાગી રહી. પોલીસ વડાના આદેશ બાદ કાર્યવાહીનો દોર સતત ચાલુ જ છે. ગેંગ્સ ઓફ ગુજરાતની ગેરકાયદે મિલકતો પર ખાતમો સતત ચાલી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બુટલેગરોના ઘરો પર બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે જુઓ ગુનેગારોના બુરે દિનનો આ ખાસ રિપોર્ટમાં.

બુટલેગરોના ઘરે 'દાદાનું બુલડોઝર'
અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાતત્વોના આતંક બાદ સફાળી જાગેલી પોલીસે 100 કલાકમાં જ અસામાજિક તત્વોની જાણે કમર તોડી નાંખી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ગુનેગારોને શોધી શોધીને અંદર કરવામાં આવી રહ્યા છે. તો તેમની કાળી કમાણીથી ઉભી કરાયેલી ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ગરજી રહ્યું છે.લગભગ 7 હજાર જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું છે અને આ લિસ્ટના એક એક નામની તપાસ કરીને તેમની ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત કરાઈ રહી છે.

ક્યાં ક્યાં થઈ કાર્યવાહી?
માત્ર અમદાવાદ જ નહીં. અમદાવાદની સાથે, રાજકોટ, સુરત, વડોદરા સહિત તમામ મહાનગરો અને જિલ્લાઓમાં પણ આ કડક કાર્યવાહી ચાલી રહી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુટલેગરોના ઘરે બુલડોઝર પહોંચી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી આ કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે અને આગળ પણ ચાલુ રહેવાની છે.

કોંગ્રેસને કેમ ન ગમી કાર્યવાહી?
પોલીસે કરેલી આ કાર્યવાહીથી સામાન્ય લોકો ખુશ છે. સૌ કોઈ પોલીસની પ્રશંસા કરી રહ્યા છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે પોલીસ અને સરકાર પર સવાલો કર્યા છે. કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આ મુદ્દે પણ રાજનીતિ શરૂ કરી છે. તેમણે દાવો કર્યો કે, ગુંડાઓ પર જે કાર્યવાહી કરવામાં આવી તે શંકાના દાયરામાં છે, ભાજપમાં રહેલા ગુંડાઓ પર કાર્યવાહી કેમ નથી કરાતી તેવા સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, વિધાનસભામાં બેઠેલા નેતાઓની પણ તપાસની માગ કરી છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ શું કર્યા આક્ષેપ?
ઈન્દ્રનીલ રાજ્યગુરુ આટલાથી ન અટક્યા. તેમણે દાવો કર્યો કે, વ્યાજખોરો સામે ગૃહ વિભાગે ઝુંબેશ ચલાવી હતી, પરંતુ વ્યાજખોરી બંધ થઈ નથી. તો પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, પોલીસ સ્ટેશનમાં કોઈ અરજદાર જાય છે ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર પોલીસના કર્મચારીઓ કરે છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપ સાચા પણ હશે, પરંતુ પોલીસ હાલ જે કાર્યવાહી કરી રહી છે તેના પર સવાલો ઉઠાવવા તે ઉચિત નથી. કારણ કે જો આવી કાર્યવાહી થશે તો જ ગુનેગારોમાં ખાખીનો ખૌફ રહેશે. અપરાધીઓમાં પોલીસનો ડર હોવો જરૂરી છે, જો ડર હશે તો જ સામાન્ય લોકોની કનડગત દૂર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news