ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)કોરોનાની(Corona)ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે. તેમજ દિવસે દિવસે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના કેસને અટકાવવા માટે કડક પ્રતિબંધો(Restriction)મુકવામાં આવી રહ્યાં છે. ગુજરાત પોલીસે કોવિડ ગાઈડલાઈનના પાલનની સૂચના આપી દીધી છે. ગુજરાત પોલીસના સતાવાર ટ્વીટર હેન્ડલ પર ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવાની અપીલ કરાઈ છે. 


ગુજરાત પોલીસની ટ્વીટમાં જણાવાયું છે કે, દરેક હેર સલૂન-બ્યુટીપાર્લર સંચાલકોએ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને પ્રવેશ આપવો જરૂરી છે. ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન-બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા જાણવાયું છે, આ સાથે જ હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. સલૂન-બ્યુટી પાર્લરમાં કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે, તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube