ગુનેગારો 'મામા'ના ઘરે મહેમાનગતિની કરો તૈયારી, અસામાજિક તત્વોના આતંકનો હવે અંત નિશ્ચિત!
ગુજરાતના પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ડીજીપીનો આદેશ મળતા દરેક જિલ્લાની પોલીસ સક્રિય થઈ ગઈ છે. પોલીસે વિવિધ ઈસમોની યાદી પણ બનાવી લીધું છે. પોલીસની કાર્યવાહીથી ટપોરીઓમાં ફફડાટ ફેલાયો છે.
Trending Photos
ગાંધીનગરઃ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હોળીની રાત્રે અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો તેનાથી પોલીસ પર માછલા ધોવાયા હતા...પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા..જો કે ત્યારપછી પોલીસે જે કાર્યવાહી કરી તે પ્રશંસાને પાત્ર છે. પરંતુ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે કથળેલી સ્થિતિ છે તેને સુધારવા માટે પોલીસ વડાએ આદેશ કર્યો...તોફાનીઓનું લિસ્ટ બનાવ્યું, અનેક જગ્યાએ ધરપકડો કરાઈ, ડિમોલિશન કરાયું...હવે જ્યારે લિસ્ટ તૈયાર છે ત્યારે ટપોરીઓ પર શું થશે કાર્યવાહી?...જુઓ આ અહેવાલમાં...
ગુજરાતમાં પોલીસે પોતાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે, તોફાનીઓને શબક શીખવાડવા માટે એક્શન મોડમાં કામગીરી ચાલી રહી છે. પોલીસ વડાના આદેશ પછી ફૂટ માર્ચ થઈ રહી છે, અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, ટપોરીઓને સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. કાળી કમાણીથી ઉભા કરેલા ગેકકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે...સમગ્ર રાજ્યમાં થઈ રહેલી આ કામગીરીથી ગુનાની દુનિયાના બેતાજ બાદશાહ બાપડા બિચાર થઈ ગયા છે...પોલીસથી બચવા ભાગી રહ્યા છે...તો કોઈ હાથ જોડી રહ્યું છે...
અસામાજિક પ્રવૃત્તિનો અંત લાવવા માટે પોલીસે મન બનાવી લીધું છે. પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં આરોપીઓનું લિસ્ટ તૈયાર કરી લેવાયું છે...કેટલીક જગ્યાએ તો એક્શન પણ શરૂ થઈ ગયા છે...સૌથી પહેલા તો તમે ગુજરાતમાં પોલીસે તૈયાર કરેલી ગુનેગારોની આ યાદી જોઈ લો...તો 3264 બુટલેગર, 516 જુગારી, 2149 શરીર સંબંધીના ગુનેગાર, 958 મિલકત સંબંધિત ગુનેગાર, 179 માઈનિંગ સંબંધિત ગુનેગાર, 545 અસામાજિક પ્રવૃત્તિના ગુનેગાર સહિત કુલ 7 હજાર 612નું લિસ્ટ બનાવવામાં આવ્યું છે...હવે આ ગુનેગારો પર કાયદાનો કોરડો પડવાનો છે તે નક્કી છે. પોલીસ હવે ગુનાખોરી ચલાવી લેવાના જરા પણ મુડમાં લાગતી નથી...તેથી જ સખ્ત એક્શન જોવા મળી રહ્યા છે.
પોલીસે કોનું બનાવ્યું લિસ્ટ?
3264 બુટલેગર
516 જુગારી
2149 શરીર સંબંધીના ગુનેગાર
958 મિલકત સંબંધિત ગુનેગાર
179 માઈનિંગ સંબંધિત ગુનેગાર
545 અસામાજિક પ્રવૃત્તિના ગુનેગાર
કુલ 7,612 ગુનેગારનું લિસ્ટ બનાવાયું
અમદાવાદ સહિતના શહેરોમાં અસામાજિક તત્વો પર એક્શન શરૂ થઈ ગયા છે...કાયદામાં કડકમાં કડક જે સજા હોય તેના માટે કામગીરી આરંભી દેવાઈ છે...ગેરકાયદે મિલકતો તોડવાનું પણ કામ શરૂ થઈ ગયું છે...અત્યાર સુધી પોલીસે જે કાર્યવાહી કરી તે પણ તમે જાણી લો...તો 10 ગુનેગારને તડીપાર કરાયા, 724 ગુનેગારો સામે અટકાયતી પગલાં લેવાયા, 16 ગુનેગારોની ગેરકાયદે મિલકતો તોડાઈ, 81 વીજચોરીના કનેક્શન દૂર કરાયા..ગુનાની દુનિયા એવા ઘણા ખૂંખાર ગુનેગારો છે જે જેલની હવા ખાઈને પણ સુધરતા નથી...આવા ટપોરીઓ સામે પાસાની પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે...જેમાં અમદાવાદમાં 25ને પાસા, ગાંધીનગરમાં 6ને પાસા, વડોદરામાં 2ને પાસા, સુરતમાં 7ને પાસા, મોરબીમાં 12ને પાસા સહિત રાજ્યમાં કુલ 59 ગુનેગારોને પાસામાં ધકેલી દેવાયા છે...
પોલીસે શું કરી કાર્યવાહી?
10 ગુનેગારને તડીપાર કરાયા
724 ગુનેગારો સામે અટકાયતી પગલાં
16 ગુનેગારોની ગેરકાયદે મિલકતો તોડાઈ
81 વીજચોરીના કનેક્શન દૂર કરાયા
કયા શહેરમાં કેવી કાર્યવાહી?
અમદાવાદમાં 25ને પાસા
ગાંધીનગરમાં 6ને પાસા
વડોદરામાં 2ને પાસા
સુરતમાં 7ને પાસા
મોરબીમાં 12ને પાસા
રાજ્યમાં 59 ગુનેગારોને પાસા
પોલીસના ઉચ્ચ અધિકારીઓના કહેવા મુજબ આ કાર્યવાહી તો હજુ શરૂઆત છે...ખરી કાર્યવાહી તો હજુ થવાની છે...ગુડાંગીરી કરતાં ગુંડાઓ ગુનાની દુનિયા છોડી દે તેવી કાર્યવાહી કરાશે તેવું અધિકારીઓ કહી રહ્યા છે...આગામી સમયમાં શું કાર્યવાહી કરાશે તે પણ તમે જાણી લો...100 આરોપીને પાસા કરાશે, 120 આરોપીને તડીપાર કરાશે, 265 આરોપી સામે અટકાયતી પગલાં લેવાશે, 200 ગેરકાયદે મિલકતનું ડિમોલિશન કરાશે, 225 ગેરકાયદે વીજ જોડાશે દૂર કરાશે...તો પોલીસ સામે જે માછલા ધોવાઈ રહ્યા હતા તેના કારણે પોલીસ પર પણ એક્શન લેવામાં આવ્યા છે...અમદાવાદમાં 28 PIની આંતરિક બદલી કરવામાં આવી છે...જે વસ્ત્રાલમાં ટપોરીઓએ આંતક મચાવ્યો હતો તે રામોલના PIને કંટ્રોલ રૂમમાં મુકાયા છે...
હવે શું કરાશે કાર્યવાહી?
100 આરોપીને પાસા કરાશે
120 આરોપીને તડીપાર કરાશે
265 આરોપી સામે અટકાયતી પગલાં લેવાશે
200 ગેરકાયદે મિલકતનું ડિમોલિશન કરાશે
225 ગેરકાયદે વીજ જોડાશે દૂર કરાશે
ક્યાં પોલીસમાં બદલીઓ?
અમદાવાદમાં 28 PIની આંતરિક બદલી
રામોલના PIને કંટ્રોલ રૂમમાં મુકાયા
ગુનેગારોને ખાખીનો ડર હોવો જ જોઈએ...ખાખી વર્દી સમાજના સમાન્ય લોકોના રક્ષણ માટે છે, માત્ર પ્રજાના પૈસાથી પગાર લેવા માટે નથી...ગુનેગાર કોઈ પણ હોય, તેની સામે કડક હાથે એક્શન લેવાવા જ જોઈએ...ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા હતા...કાયદાની જાહેરમાં એસી કી તેસી કરતાં હતા...પોલીસને પડકાર આપી સામાન્ય લોકોને હેરાન પરેશાન કરતાં હતા...પરંતુ હવે એક્શનમાં જોવા મળી રહેલી પોલીસ વધુ કેવા કડક એક્શન લે છે તે જોવાનું રહ્યું...અને ખાસ ખાખીનો ખૌફ આરોપીઓમાં ક્યાં સુધી રહે છે તે પણ જોવાનું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે