ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, આતંકી હુમલા બાદ આખા ગુજરાતમાંથી 1000 જેટલા બાંગ્લાદેશી પકડાયા

Gujarat Deport Pakistani And Bangladeshi : ગુજરાતમાં રહેતા 7 પાકિસ્તાનીઓને બિસ્તરા-પોટલા બંધાવીને પોલીસે કર્યા રવાના,,, અમદાવાદમાંથી 5 તો ભરૂચમાંથી 71 વર્ષીય શાહિદા બીબી અને મહીસાગરમાંથી ઈકબાલના નામના શખ્સને પરત મોકલ્યો

ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, આતંકી હુમલા બાદ આખા ગુજરાતમાંથી 1000 જેટલા બાંગ્લાદેશી પકડાયા

Gujarat Police Big Action : પહેલગામ આતંકી હુમલા બાદ વિદેશી નાગરિકોને લઈ મોડીરાતે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદમાંથી 400થી વધુ તો સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીને પકડી પાડ્યા છે. તેમના ડોક્યુમેન્ટની તપાસ શરૂ કરાઈ છે. 

પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી વચ્ચે બાંગ્લાદેશીઓ પર તવાઈ 
ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની તવાઈ બોલાઈ છે. અમદાવાદ, સુરત, વડોદરામાં પોલીસની કડક હાથે કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાતની ધરતી પર રહેતા બાંગ્લાદેશીઓને પણ શોધાયા. ગુજરાતના બે મોટા શહેરોમાંથી 550થી વધારે લોકોને શોધી કઢાયા છે. જેમાં અમદાવાદમાં 457, સુરતમાં 100 બાંગ્લાદેશીઓ પકડાયા છે. તો આખા ગુજરાતમાંથી લગભગ 1000 જેટલા બાંગ્લાદેશીઓની પકડી પાડવામાં આવ્યા છે.

અમદાવાદમાં એક જ રાતમાં 457 બાંગ્લાદેશી પકડાયા
અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક જોવા મળી. એક જ દિવસમાં આખા અમદાવાદમાંથી 457 બાંગ્લાદેશીઓને શોધી કઢાયા છે. અમદાવાદ પોલીસે શુક્રવારની આખી રાત કોમ્બિંગ હાથ ધર્યું હતું. ઈસનપુરના ચંડોળા તળાવ નજીકથી બાંગ્લાદેશી પકડાયા છે. 457 લોકોની અટકાયત કરીને તપાસ હાથ ધરાઈ છે. નકલી દસ્તાવેજના આધારે આ લોકો અમદાવાદમાં રહેતા હતા. હવે તપાસ કર્યા બાદ તમામને ડિપોર્ટ કરવાની કામગીરી કરાશે. અગાઉ પણ ત્રણ મહિનામાં પોલીસે 127 લોકોની પકડ્યા હતા. બાંગ્લાદેશીઓને શોધી શોધીને હાંકી કાઢવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. 

સુરતમાં મેગા ઓપરેશન 
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુરત શહેર DCB અને SOGની કાર્યવાહી કરીને શહેરમાંથી 100થી વધુ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરી છે. બાંગ્લાદેશી બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા હતા. સુરત પોલીસે 6 જેટલી ટીમો બનાવીને આખી રાત કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસ સ્ટેશન લઈ જઈ ડોક્યુમેન્ટ વેરીફાય કર્યા હતા. રાત્રે 12 વાગ્યાથી ઓપરેશન સ્ટાર્ટ થયું હતું, જે સવારે 6 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું હતું. 6 ટીમમાં 100 જેટલા પોલીસ કર્મીઓ અને 10 જેટલા પીઆઈ ઓપરેશનમાં સામેલ હતા. 

સુરતમાં આખી રાત કોમ્બિંગ ચાલ્યું 
સુરતના JCP ક્રાઇમ શરદ સિંઘલે જણાવ્યું કે, શહેરમાઁથી 457 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. વહેલી સવારે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. 2024 માં બે FIR નોંધવામાં આવી હતી. હાલ પુછપરછ કરવામાં આવી રહી છે. આ લોકો પાસે ડોક્યુમેન્ટ હોતા નથી, ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે. અગાઉ પણ 127 લોકોનેં પકડવામાં આવ્યા હતા. હોમ મિનિસ્ટ્રીમાં પ્રપોઝલ મુકવામાં આવશે. ત્યાંથી ડિપોટેશન કરવાના આદેશ કરવામાં આવશે તો તેમને ડિપોર્ટ કરવામાં આવશે. ક્યાંથી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવશે. 

વડોદરા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ વડોદરા પોલીસ એક્શન મોડમાં છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાનના નાગરિકોની તપાસ શરૂ કરી છે. વડોદરામાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા નહિવત છે. પોલીસ ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટના આધારે કાર્યવાહી કરશે. વડોદરામાં રહેતી પાકિસ્તાની મહિલાને પરત મોકલાઈ છે. ગઈકાલે મહિલાને પરત પાકિસ્તાન મોકલાઈ હતી. 

તો બીજી તરફ, જૂનાગઢ જિલ્લામાંથી શોર્ટ ટર્મ વીઝા વાળા 3 પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા આદેશ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news