)
Gujarat Police : ગુજરાત પોલીસની ડોગ સ્કવોડ ટીમ હવે મોટી થઈ છે. રાજ્યના K9 ફોર્સમાં 11 નવા સભ્યો જોડાયા છે. આ તમામ ગલુડિયાઓનો જન્મ ગુજરાત પોલીસના ડોગ બ્રિડીંગ સેન્ટરમાં થયો હતો.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ગુજરાત પોલીસ ડોગ બ્રીડિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં એક શ્વાને 11 ગલુડિયાને જન્મ આપ્યો છે. આ માહિતી ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી. તેમણે લખ્યું છે કે ગુજરાત પોલીસની ડોગ સ્કવોડમાં 11 નવા સભ્યોનું સ્વાગત છે. બેલ્જિયન માલિનોઈસ જાતિની માદા ચેઝરએ 11 બચ્ચાને જન્મ આપ્યો છે. જેમાં 6 નર અને 5 માદા છે. જન્મ આપનાર માદા ડોગ ચેઝર સંપૂર્ણપણે સ્વસ્થ છે.
પ્રશિક્ષિત બેલ્જિયન માલિનોઇસના બચ્ચા
આ નવા ગલુડિયાઓની માતી 'ચેઝર' બેલ્જિયન માલિનોઈસ જાતિની પ્રશિક્ષિત માદા શ્વાન છે, જે સંપૂર્ણ સ્વસ્થ અને ખુશ છે. નોંધનીય છે કે બેલ્જિયન માલિનોઇસની ગણતરી વિશ્વની સૌથી કાર્યક્ષમ અને સક્રિય શ્વાનની જાતિઓમાં થાય છે, જેનો ઉપયોગ ખાસ કરીને ડ્રગ્સ અને વિસ્ફોટકો શોધવામાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવે છે.
Welcome to the 9 additions to the K9 Force of Gujarat Police. The mother Chaser, a Belgian Malinois, is healthy and happy. Gujarat Police is the only state police to have its own Dog Breeding Centre. I invite all of you to suggest names for these 9 puppies who will be trained for… pic.twitter.com/GjhJEDpttU
— DGP Gujarat (@dgpgujarat) April 6, 2025
કુલ 11 ગલુડિયા
કુલ 11 બાળકોનો જન્મ થયો છે, જેમાંથી 6 નર અને 5 માદાનો સમાવેશ થાય છ. ભવિષ્યમાં, તેઓને નાર્કોટિક્સ અને વિસ્ફોટકોને શોધી કાઢવા માટે વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરી શકે.
લોકો પાસેથી નામના સૂચનો મંગાવ્યા
ગુજરાત પોલીસે આ ગલુડિયાઓના નામ આપવા માટે સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. આ પહેલ સામાન્ય લોકોને માત્ર સુરક્ષા દળો સાથે જ નહિ જોડશે, પરંતુ નાગરિકોમાં આ વિશેષ દળો પ્રત્યે જાગૃતિ અને જોડાણ પણ વધારશે.
જો તમારી પાસે પણ આ ગલુડિયાઓ માટે સર્જનાત્મક અને યોગ્ય નામ છે, તો તમે તમારા સૂચનો આપી શકો છો અને આ અનોખી પ્રક્રિયાનો ભાગ બની શકો છો.
તમને જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દેશની એકમાત્ર રાજ્ય પોલીસ છે જેનું પોતાનું ડોગ સંવર્ધન કેન્દ્ર ધરાવે છે. આ પહેલને પોલીસ વિભાગની આત્મનિર્ભરતા અને ટેકનિકલ કાર્યક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે.