)
Gujarat Politics : ગુજરાતના રાજકારણમાં ગોપાલ ઈટાલિયા જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ગોપાલ ઈટાલિયાથી ગુજરાતમાં આશાનું નવું કિરણ દેખાયું છે. તેમાં ગોપાલ ઈટાલિયા પણ સતત એવું કરતા હોય છે, જેમાં તેઓ સ્ટાર બની જાય છે. આવામાં સરદારધામના કાર્યક્રમમાં નવાજૂની જોવા મળી. ગોપાલ ઈટાલિયા ભાજપના નેતા બાબુ પટેલને પગે લાગતા જોવા મળ્યા હતા.
બાબુ પટેલના પગે લાગ્યા, કિરીટ પટેલના પડખે બેસ્યા
ગોપાલ ઈટાલિયાએ વિસાવદરનો કિલ્લો જીત્યો ત્યારે સૌથી વધુ ચર્ચા જવાહર ચાવડાની થઈ હતી. કારણ કે, પોતાની જીતમાં ગોપાલ ઈટાલિયાએ જય જવાહર ચાવડાની બોલાવી હતી. આવામાં ગોપાલ ઈટાલિયાએ એક કાંકરે બે પક્ષી માર્યાની ચર્ચા થઈ હતી. ત્યારે હવે ગોપાલ ઈટાલિયાએ ફરીથી કંઈક એવું કર્યું કે તેઓ ચર્ચામાં આવ્યા છે. સરદારધામના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ બાબુ પટેલને પગે લાગ્યા હતા. જાહેરમાં ભાજપના નેતાને પગે લાગીને ગોપાલ ઈટાલિયા ફરીથી છવાઈ ગયા. તો એટલું જ નહિ, કાર્યક્રમમા તેઓ ભાજપના બીજા નેતા કિરટી પટેલના પડખે જઈને બેસ્યા હતા. રાજકારણનું આ નવું પિક્ચર ભારે ચર્ચા જગાવી રહ્યુ છે. સાથે એ પણ ચર્ચા થઈ રહી છે કે, ખભે ખેસ હોય ત્યાં વેરઝેર દેખાય, બાકી તો કેવો વેરઝેર.
પીએમની સભામાં વિસાવદરવાળી જોવા મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે અને તેમાં તેમણે અમદાવાદમાં યોજાનારી સભા માટે નિકોલ વિસ્તારને પસંદ કર્યો હતો. સામાન્ય રીતે મોદીની સભા શહેરના પશ્ચિમ વિસ્તારમાં યોજાય છે. પણ આ વખતે પૂર્વ વિભાગની પસંદગી માટેનું મુખ્ય કારણ છે નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, વસ્ત્રાલ વિસ્તારમાં અને ભાજપ સંગઠનમાં ચાલતી ચર્ચા મુજબ, વિસાવદરની વિધાનસભા ચૂંટણી બાદ પાટીદારોમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ ખૂબ વધી રહી છે અને તે આગામી ચૂંટણીઓમાં નડતરરૂપ બની શકે છે. આ ઈફેક્ટની દવા કરવાના ભાગરૂપે મોદી અહીં સભા અને રોડ-શો કર્યો હતો.