ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: ત્રણ મોટા નેતાઓ દિલ્હી જવા રવાના થતાં અનેક તર્ક-વિતર્ક

Gandhinagar News: આજે રાત્રે ત્રણેય નેતાઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા. સીએમ, ડે સીએમ અને પ્રદેશ પ્રમુખ રાત્રે દિલ્હીમાં રોકાણ કરશે. સરકારની કામગીરી અને ગુજરાત પ્રદેશ ભાજપની બાકી રહે સંગઠનાત્મક નિયુક્તિઓને લઈને દિલ્હી ગયા હોવાનું અનુમાન.

 ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: ત્રણ મોટા નેતાઓ દિલ્હી જવા રવાના થતાં અનેક તર્ક-વિતર્ક

Gandhinagar News: ગુજરાતની રાજનીતિને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ તાત્કાલિક ધોરણે દિલ્હી જવા રવાના થયા હતા. આ ત્રણેય મુખ્ય નેતાઓની દિલ્હી મુલાકાતને લઈને રાજકીય ગલિયારામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

Add Zee News as a Preferred Source

દિલ્હીમાં ગુજરાતના ટોચના નેતાઓનું આગમન
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાત્રે ગુજરાતથી દિલ્હી પહોંચ્યા છે. આ ત્રણેય નેતાઓ રાત્રી રોકાણ દિલ્હીમાં જ કરશે.

દિલ્હી પ્રવાસનું સંભવિત કારણ
આ ઉચ્ચ સ્તરીય મુલાકાતનો હેતુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસ ગુજરાત સરકારની કામગીરી અને ગુજરાત પ્રદેશ ભાજપની બાકી રહેલી સંગઠનાત્મક નિયુક્તિઓને લઈને છે. રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરીને આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે તેવી શક્યતા છે.

આવતીકાલે પરત
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ આવતીકાલે, એટલે કે રવિવારે, બપોર બાદ દિલ્હીથી ગુજરાત પરત ફરશે. તેમની આ ટૂંકી મુલાકાત દરમિયાન ગુજરાતની રાજનીતિ અને સંગઠનલક્ષી કયા મહત્વના નિર્ણયો લેવાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news