ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદે વેર્યો વિનાશ; મોઢામાં આવેલો કોળિયો છીનવાયો, સૌથી વધુ આ પાકોને નુકસાન
Gujarat Pre-Monsoon Weather: ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના પગલે ખેતી પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુક્સાનનો સરવે કરવા આદેશ આપ્યો છે.
Trending Photos
Gujarat Pre-Monsoon Weather Activity: ગુજરાતમાં આવેલા પ્રિ-મોન્સૂન વરસાદે ખેડૂતોને રાતા પાણી રોવડાવ્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો...ઉનાળામાં કેસર કેરીને મજા માણવા ઈચ્છુક લોકોને હવે કેરી કદાચ મોંઘી પડે તો નવાઈ નહીં...બીજી તરફ સારા ભાવ મળશે તેવી આશા સાથે બેઠેલા ખેડૂતોને કેરીનો પાક બગડી જતાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે...ન માત્ર કેસર કેરી પરંતુ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. જુઓ આફતના વરસાદનો આ અહેવાલ.
હજુ તો ચોમાસું આવ્યું નથી, પણ ચોમાસા પહેલા આવેલા પ્રિ-મોન્સૂન વરસાદે અન્નદાતાના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો. વરસાદની રાહ ધરતીપુત્રો ચાતક નજરે જોતા હોય છે પણ કામ વગરનો કમોમસી વરસાદ આવે તો શું થાય તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. ઉનાળામાં જેનો મીઠો સ્વાદ સૌ કોઈને પસંદ હોય છે તે કેસર કેરી અને ગરીબોનો કસ્તુરી કહેવાતી ડુંગળી...બન્ને પાક પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું. પાક તૈયાર હતો, ખેડૂતોને સારી ઉપજથી સારી આવકની આશા હતી પણ અચાનક વરસાદ આવ્યો અને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવીને જતો રહ્યો.
અમરેલીના ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસેલા આ વરસાદે કેરીના પાકને લગભગ 50 ટકા જેટલું નુકસાન પહોંચાડ્યું છે. ઝાડ પર લટકતી કેસર કેરીઓ પલળીને સડવા લાગી છે, જેના કારણે ખેડૂતોની મહેનત અને આવક બંને પર મોટી આફત આવી છે. કેરીની સાથે-સાથે ડુંગળીના પાકને પણ આ વરસાદે ખાવા લાયક ન રાખ્યો. ખેતરોમાં લણેલી ડુંગળીની ગુણીઓ તૈયાર હતી, પરંતુ અચાનક વરસાદે આ ગુણીઓમાં પાણી ભરી દીધું. હવે ડુંગળી સડી રહી છે, અને ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પરંતુ આ વરસાદે ખેડૂતોની મહેનત પર પહેલેથી જ મોટો આઘાત કર્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે ઝડપી સર્વે અને વળતરની માગ કરી રહ્યા છે. આ નુકસાનની અસર બજાર પર પણ પડશે. કેસર કેરીનો સ્વાદ માણવા ઈચ્છતા લોકોને હવે વધુ ભાવ ચૂકવવા પડી શકે છે. ખેડૂતોને સારા ભાવની આશા હતી, પરંતુ વરસાદે તેમની આશાઓ પણ ધોઈ નાખી. ત્યારે ખેડૂતો હવે સરકાર જલદી સર્વે કરીને યોગ્ય વળતર તેવી આશા રાખીને બેઠા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે