વલસાડના ઉમરગામમાં બે કલાકમાં 8.46 ઈંચ વરસાદ તૂટી પડ્યો, ઠેરઠેર પાણી ભરાયા

હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ (gujarat rain) ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રવિવારની સવારે વલસાડમા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાક દરમિયાન વલસાડ (valsad) ના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી. ભારે વરસાદને કારણે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. 

Updated By: Jul 18, 2021, 09:13 AM IST
વલસાડના ઉમરગામમાં બે કલાકમાં 8.46 ઈંચ વરસાદ તૂટી પડ્યો, ઠેરઠેર પાણી ભરાયા

ઉમેશ પટેલ/વલસાડ :હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ (gujarat rain) ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રવિવારની સવારે વલસાડમા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાક દરમિયાન વલસાડ (valsad) ના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી. ભારે વરસાદને કારણે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. 

એકમાત્ર ઉમરગામમા જ બે કલાકમાં 8.46 ઈંચ વરસાદ (heavy rain) તૂટી પડ્યો હતો. વલસાડ ધરમપુર તથા ઉમરગામ (umargam) તાલુકામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. છેલ્લા 2 કલાકના વલસાડ જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો....

  • ઉમરગામમાં 8.46 ઇંચ
  • કપરાડા 1.42 ઇંચ
  • ધરમપુર 3 ઇંચ
  • પારડી 1.46 ઇંચ
  • વલસાડ 4.30 ઈંચ 
  • વાપી 6.30 ઈંચ 

No description available.

સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઉમરગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગઈકાલ સાંજથી વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. 

વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાવો થવાથી શાકભાજી વેંચતા વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉમરગામ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ ખાબકતા ઉમરગામની પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

No description available.

વલસાડમાં છે ભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.