જામનગરમાં વરસાદે ફરી તોબા પોકારી, જોડિયામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ફરી વરસાદે તોબા પોકારી છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ (heavy rain) ખાબક્યો છે. 

Updated By: Sep 23, 2021, 09:50 AM IST
જામનગરમાં વરસાદે ફરી તોબા પોકારી, જોડિયામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ફરી વરસાદે તોબા પોકારી છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ (heavy rain) ખાબક્યો છે. 

  • સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં પોણા 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો
  • નવસારી તાલુકામાં સવા 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
  • મહેસાણાના બેચરાજીમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો
  • નવસારીના ગણદેવીમાં 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો
  • વલસાડના ધરમપુરમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

આ પણ વાંચો : પાટણમાં પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકીને સત્યના પારખા કરાવ્યા, ઉકળતા તેલમાં ડૂબાડ્યો હાથ

તો આજે ગુરુવારે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવીમાં પણ સવારે બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં બે કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે બે કલાકમાં નવસારી તાલુકામાં પણ 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 

તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 10 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 33 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં મોડી રાતથી મેઘમહેર યથાવત છે. નવસારી તેમજ વિજલપોરના માર્ગો પર પાણી ભરાયા છે. તો સુરત શહેર અને ગ્રામ્યમાં ફરી એકવાર મેઘમેહર થઈ છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સુરત શહેરને પાણીથી તરબોળ કર્યું છે. સુરતના લસકાણા, કામરેજ, પલસાણા અને કડોદરા સહિતના પંથકમાં વરસાદી માહોલ છે. સુરત જિલ્લાના પલસાણા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત-કડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાયા છે. તો નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. સુરત શહેરમાં પણ છેલ્લા 8 કલાકથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. લિંબાયત-ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.