)
Gujarat Government : ગુજરાતભરના સસ્તા અનાજ ના દુકાનદારો આજથી હડતાલ પર ઉતર્યા છે. આજથી સસ્તા અનાજના દુકાનદારોનું સરકાર સામે અસહકારનું આંદોલન શરૂ થયું છે. મોટી વાત એ છે કે, અનાજ વિતરણની દુકાનો બંધ રહેતા ગ્રાહકો પણ અટવાયા છે. મહિનાની શરૂઆતમાં અનાજ લેવા આવતા ગ્રાહકોને દુકાન બંધ મળી. અનાજ ન મળતા ગરીબ ગ્રાહકોને મુશ્કેલી સર્જાઈ છે.
શા માટે હડતાળ પર ઉતર્યા દુકાનદારો
રાજ્યની 17000 થી વધુ સસ્તા અનાજની દુકાનના સંચાલકો આજથી અનાજ વિતરણથી અળગા રહ્યા છે. સર્વરમાં વારંવાર થતી ટેલિનીકલ સમસ્યા, કમિશનમાં વધારાની માંગ , અનિયમિત મળતો પુરવઠો, ગ્રાહકો સાથે થતી તકરાર, સરકાર દ્વારા કરાતા હેરાનગતિરૂપ વિવિધ પરિપત્રોના વિરોધમાં અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ કર્યુ છે. સરકારમાં અનેક રજુઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા વિતરણ વ્યવસ્થા અટકાવાઈ છે.
દુકાનદારોની 20 જેટલી પડતર માંગણી
20 જેટલી પડતર માંગણીએ નહીં સ્વીકારતા સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાલ ઉપર ઉતર્યા છે. સરકાર સસ્તા અનાજ વેપારીઓની માંગણીઓની વિચારણા કરી રહી છે તે છતાં તમામ દુકાનદારો આજથી અનિશ્ચિત સમયની આંદોલન રુપી હડતાલ પર ઉતર્યા છે. સમગ્ર ગુજરાત ભરના 17000 સસ્તા અનાજની દુકાનના વેપારીઓ આજથી આ આંદોલનરૂપી હડતાળમાં જોડાયા છે.
બાયોમેટ્રિક વેરિફિકેશન, કમિશન વધારો સહિતની અનેક પડતર માંગણીઓ રાશનની દુકાનદારોની સરકાર પાસે છે. આ હડતાળમાં રાજકોટ જિલ્લાના 700 જેટલા સસ્તા અનાજના વેપારીઓ પણ જોડાયા છે. આ હડતાલ શરૂ થતા ની સાથે જ રાજ્યના 75 લાખ સસ્તા અનાજનો લાભ લેનારા અનાજ વગરના રહેશે.
સસ્તા અનાજના વેપારીઓએ જણાવ્યું હતું કે અમે અમારી માંગણીઓ છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ મૂકી રહ્યા છીએ જેમાંની મુખ્ય માંગણી છે. બાયોમેટ્રિક વેરિફિકેશનની જેમાં ઘણી જ ટેકનીકલ ખામીઓ આવે છે. વેપારી માવજીભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે પણ સસ્તા અનાજનો જથ્થો દુકાન ખાતે આવે છે ત્યારે 11 લોકોને ફરજિયાત પણે હાજર રાખવા આ નિયમનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આમાં પણ ફેરફારો થવા જોઈએ તેવી માંગ સસ્તા અનાજના વેપારીઓએ કરી હતી. સાથે જ જે કમિશન ચૂકવવામાં આવે છે તેમાં 97% જેટલો અનાજ વિતરણ થવો જોઈએ. જો 97 ટકા જેટલો અનાજના જથ્થાનો વિતરણ ન થાય તો તેમનું કમિશન કાપી નાંખવામાં આવતો હોવાનો પણ આક્ષેપ સસ્તા અનાજના દુકાનદાર માવજીભાઈએ કર્યો હતો. સાથે જ કમિશન વધારવામાં આવે તેવી પણ માંગ સસ્તા અનાજના વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી.
સસ્તા અનાજના વેપારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ હડતાળ ચાલુ રાખીશું અન્ય વધુ એક સસ્તા અનાજના વેપારી હસનભાઈ જણાવ્યું હતું કે, સસ્તા અનાજના લાભાર્થીઓ અનાજ વગરના રહે એનાથી અમને પણ દુઃખ છે. પરંતુ સરકારે અમારું પણ વિચારવું જોઈએ અને અમારી પણ માંગ સ્વીકારવી જોઈએ.
આજથી હડતાલ ઉપર ઉતરેલા સસ્તા અનાજના વેપારીઓ ક્યાં સુધી હડતાળ પર રહેશે. આ હડતાલ થી 75 લાખ જેટલા સસ્તા અનાજના લાભાર્થીઓ અત્યાર સુધી અનાજ વગરના રહેશે. સરકાર સસ્તા અનાજના વેપારીઓની માંગ ક્યારે સ્વીકારશે તે જોવું અતિ મહત્વનું રહેશે. સરકાર સંસ્થાનાજના વેપારીઓની માંગને લઈને વિચારણા કરી રહી છે તે છતાં આ રીતે વેપારીઓ આંદોલન રૂપી હડતાલ ઉપર ઉતર્યા છે હવે સરકાર આમાં શું અને નિર્ણય લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.