Unlock 1: ગુજરાતમાં 1 જૂનથી લાગુ થશે અનલોક 1, જાણો ગાઈડલાઈન્સની મહત્વપૂર્ણ જાહેરાતો

એકબાજુ જ્યાં દેશભરમાં અનલોક 1 તબક્કાવાર દેશને ખુલ્લો કરી રહ્યો છે, ગુજરાતમાં પણ આવતી કાલથી એટલે કે 1 જૂનથી અનેક છૂટછાટો લાગુ પડવા જઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે રાતે આ અંગેની અગત્યની જાહેરાતો પણ કરી. જો કે કોરોનાના વધતા કેસ અને ગુજરાતમાં 1000 પાર ગયેલો મૃત્યુઆંક સાથે સાથે ડરાવી પણ રહ્યાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શનિવારે ગુજરાતમાં કોરોનાના 412 નવા કેસ નોંધાયા અને આ સાથે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 16,356 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1000 પાર ગયો છે. જો કે 9230 લોકો રિકવર થઈને ઘરે ગયા છે. 

Updated By: May 31, 2020, 12:09 PM IST
Unlock 1: ગુજરાતમાં 1 જૂનથી લાગુ થશે અનલોક 1, જાણો ગાઈડલાઈન્સની મહત્વપૂર્ણ જાહેરાતો

હિતલ પારેખ ગાંધીનગર: એકબાજુ જ્યાં દેશભરમાં અનલોક 1 તબક્કાવાર દેશને ખુલ્લો કરી રહ્યો છે, ગુજરાતમાં પણ આવતી કાલથી એટલે કે 1 જૂનથી અનેક છૂટછાટો લાગુ પડવા જઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે રાતે આ અંગેની અગત્યની જાહેરાતો પણ કરી. જો કે કોરોનાના વધતા કેસ અને ગુજરાતમાં 1000 પાર ગયેલો મૃત્યુઆંક સાથે સાથે ડરાવી પણ રહ્યાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શનિવારે ગુજરાતમાં કોરોનાના 412 નવા કેસ નોંધાયા અને આ સાથે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 16,356 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1000 પાર ગયો છે. જો કે 9230 લોકો રિકવર થઈને ઘરે ગયા છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તા. 31મી મે ના રોજ પૂરા થઈ રહેલાં લૉકડાઉન-4 બાદની સ્થિતિ અંગે ભારત સરકારે શનિવારે લોકડાઉનના બદલે અનલોક-1 દ્વારા લોક ખોલવાની દિશામાં એક પછી એક કદમ આગળ વધવાનો નિર્ણય કર્યો છે તેને આવકારતા ગુજરાતમાં પણ અનલોક-1 સંદર્ભે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. 

તેમણે જણાવ્યું કે, લૉકડાઉન-૪ પછી રાજ્યમાં છૂટછાટો આપીને અમદાવદ અને સુરત સિવાય અલગ-અલગ નગરો, શહેરો, ગામોમાં જનજીવન સામાન્ય થાય તે માટેના પ્રયાસોમાં લોકોએ નિયમો પાળીને જે સહકાર આપ્યો છે તેનો રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરે છે. ભારત સરકારે જાહેર કરેલી અનલૉક-1ની ગાઈડલાઈન્સ બાદ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મોડી સાંજે કોર ગ્રૃપની મળેલી બેઠકમાં ગુજરાતમાં પણ અનલૉક-1 સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈને તેનો અમલ તા. 1લી જૂનને સોમવારથી કરવા માટેની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં કરી હતી. 

અનલોક-1 ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો..

 • તારીખ 1 જૂનથી 30મી જૂન સુધી લોકડાઉનનો સમયગાળો વધારાયો છે. તથા કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત વસ્તુઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવે છે. 
 • ગુજરાત સરકાર જિલ્લાવાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની જાહેરાત કરશે. આ યાદી સમયાંતરે અપડેટ થતી રહેશે.
 • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
 • કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે. 
 • સમગ્ર રાજ્યમાં રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.
 • રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો 60 ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે
 • સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ
 • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ
 • મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત 
 • મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે
 • સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા 50 ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ 
 • સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર 1લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે
 • ૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે 
 • હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ 8મી જૂન સુધી ચાલુ નહીં થાય. 
 • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
 • આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરશે
 • શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે 
 • લોકડાઉનના ચાર તબક્કામાં જનતા જનાર્દને જે સહયોગ-સહકાર-નિયમ પાલન કર્યા છે તેનો આભાર 
 • સ્થિતિ સામાન્ય બને જનજીવન પૂર્વવત થાય અને આર્થિક રૂકાવટ ન આવે તે રીતે કોરોના સાથે કામ કરવાની માનસિકતા કેળવવી પડશે
 • કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ તે ભૂલીએ નહીં – એકે-એક ગુજરાતી કોરોના વોરિયર બનીને કામ કરે
 • માસ્ક વિના બહાર ન નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, 65 વર્ષથી ઉપરની વયના વડિલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ, ઘર બહાર ન નીકળે તેની તકેદારી રાખીએ

8 જૂનથી શેમાં મળશે છૂટછાટ?
ગાઈડલાઈન્સ મુજબ આ વસ્તુઓમાં છૂટછાટ મળશે. 
રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો, હોટલ, ક્લબ, મોલ્સ, મોલ્સની દુકાનો, રીટેલ શોપ, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ધાર્મિક સ્થળો, (મોટા પાયે લોકોના જમાવડા ન થવા જોઈએ), ફેરિયાઓને છૂટ, ચાની કીટલીઓ, પાનની દુકાનો (ફક્ત ઘરે લઈ જવા માટે), પરમીટ હોલ્ડર દારૂની દુકાનો ખુલશે. સલૂન, પાર્લર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે, લાઈબ્રેરી (60 ટકા કેપેસિટી સાથે), જીએસઆરટીસી બસો દોડશે, 50 ટકા કેપેસીટી સાથે અમદાવાદમાં (કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર) અન્ય વિસ્તારોમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર 60 ટકા કેપેસિટી સાથે, કુલ 3 લોકોની મંજૂરી સાથે રિક્ષાઓ, ટેક્સીઓ, વગેરેમાં છૂટ મળશે. 

શું બંધ રહેશે
શિક્ષણ સંસ્થાઓ, જીમ, થિયેટરો, મલ્ટીપ્લેક્સ, લોકોના જમાવડા, ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજન, સ્વિમિંગ પૂલ, પાર્ક, ઝૂ, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્ક, આર્કિયોલોજિકલ સાઈટ્સ, બીચ, જાહેર સ્થળો બંધ રહેશે. 

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 1000ને પાર
ગુજરાતમાં કોરોનાથી 1007 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ જિલ્લાવાર જોવા જઈએ તો અમદાવાદમાં 11881, ત્યારબાદ સુરતમાં 1565, વડોદરામાં 1009, ગાંધીનગરમાં 261, ભાવનગરમાં 121 અને રાજકોટમાં 108 નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાથી 822 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે સુરતમાં 67, વડોદરામાં 39, ભાવનગરમાં 8, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 2 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાને માત આપનારાઓની વાત કરીએ તો ત્યાં થોડી રાહત મળે છે કારણ કે અમદાવાદમાં 6317, વડોદરામાં 577, સુરતમાં 1072, ગાંધીનગરમાં 150, ભાવનગરમાં 102 અને રાજકોટમાં 70 લોકો રિકવર થયા છે. આ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube