Gujarat બન્યું નંબર વન: આ મામલે ગુજરાતે દેશના તમામ રાજ્યોને પાછળ છોડ્યા

રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મહત્વની માહિતી જાહેર કરાઈ છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતનો જંગી ફાળો છે. નિકાસ મામલે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત 21% જેટલો માતબર હિસ્સો ધરાવે છે. વર્ષ 2018-19માં દુનિયાના કુલ 217 દેશોમાં 4.71 લાખ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે. 

Viral Raval Viral Raval | Updated: Nov 21, 2019, 05:37 PM IST
Gujarat બન્યું નંબર વન: આ મામલે ગુજરાતે દેશના તમામ રાજ્યોને પાછળ છોડ્યા
ફાઈલ તસવીર

અમદાવાદ: રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય(CMO) દ્વારા મહત્વની માહિતી જાહેર કરાઈ છે. દેશની કુલ નિકાસ(Export) માં ગુજરાત(Gujarat)નો જંગી ફાળો છે. નિકાસ મામલે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત 21% જેટલો માતબર હિસ્સો ધરાવે છે. વર્ષ 2018-19માં દુનિયાના કુલ 217 દેશોમાં 4.71 લાખ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે. 

બિન સચિવાલય પરીક્ષા ફરીથી લેવાની માંગ ઉઠી, રાજ્યભરમાં વિદ્યાર્થીઓનુ વિરોધ પ્રદર્શન

ગુજરાતને સમૃદ્ધ એવો લગભગ 1600 કિમી લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાતના દરિયા કિનારે મહત્વના બંદરો આવેલા છે. અદભૂત વર્લ્ડ ક્લાસ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગુજરાતનો દેશના વિકાસમાં મહત્વનો ફાળો નોંધાયો છે. મળેલી માહિતી મુજબ વર્ષ 2018-19માં દુનિયાના કુલ 217 દેશોમાં ગુજરાતના માલ-ઉત્પાદનોની નિકાસ થઈ છે.

જુઓ LIVE TV

આ ઉપરાંત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં ગુજરા4ત 39% હિસ્સા સાથે દેશમાં પ્રથમ છે. જ્યારે ઓર્ગેનિક કેમિકલ્સની નિકાસમાં ગુજરાતનો 53 ટકા ફાળો છે અને દેશમાં પ્રથમ સ્થાને છે. પ્લાસ્ટિક રો મટીરિયલ્સ, કૃષિ રસાયણ ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. 

આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત અગ્રીમ હરોળમાં છે. વર્ષ 2017-18માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો દેશમાં હિસ્સો 16.81 ટકા રહ્યો જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રનો 14.92 ટકા હિસ્સો રહ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube