આજે ગુજરાતમાં ક્યાં અને ક્યારે ટકરાશે વિનાશક વાવાઝોડું? કેટલી છે તૌકતેની રફતાર? જાણો ક્યાં-ક્યાં થશે વરસાદ

Cyclone Tauktae: વિશનાક વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ ગુજરાતના દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફારને કારણે ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.

Updated By: May 17, 2021, 10:51 AM IST
આજે ગુજરાતમાં ક્યાં અને ક્યારે ટકરાશે વિનાશક વાવાઝોડું? કેટલી છે તૌકતેની રફતાર? જાણો ક્યાં-ક્યાં થશે વરસાદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશનાક વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ ગુજરાતના દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફારને કારણે ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. તૌક્તે વાવાઝોડું 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 

ક્યાં અને ક્યારે ટકરાશે વાવાઝોડું:
વિનાશક વાવાઝોડું વેરાવળથી હવે માત્ર 350 કિમી દૂર રહી ગયું છે. આ વિનાશક વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર સજ્જ થઈ ગઈ છે. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિના સંચાલન માટે કામે લાગી ગયા છે. દરેક જિલ્લા કલેક્ટરોને પણ અલર્ટ રહેવા તાકિદ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે. એટલું નહીં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કંટ્રોલરૂમથી સતત વાવાઝોડાની અપડેટ લઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધરાત સુધીમાં તે પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે. 

કચ્છમાં દરિયાકાંઠા નજીકના 100 થી વધુ ગામોમાં 18 હજારથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ

ગુજરાતના બંદરો પર લાગ્યું 4 નંબરનું સિગ્નલઃ
તૌકતે વાવાઝોડું હવે 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને પગલે દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કેટલાંક સ્થળો પર નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાઈ રહ્યું છે. ગુજરાતના બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે

બચવા કામગીરીની વ્યવસ્થા કરાઈઃ
ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRFની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSFની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.

દર્દીઓને હાલાકી ન થાય તેવી વ્યવસ્થા કરાઈઃ
ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય ત્યારે વીજ પુરવઠાને અસર થવાની શક્યતા છે. રાજ્ય સરકારે 1500 જેટલી કોરોના હોસ્પિટલોને વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટર રાખવા સૂચના આપી છે. તો 100 થી વધુ ICU ઓન વહીલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન પુરવઠો પણ બે દિવસથી વધુ ચાલે તેટલો સ્ટોર કરવા આદેશ આપ્યા છે. જેથી વાવાઝોડાથી કોરોના દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન થાય.

No description available.

આજે ક્યાં-ક્યાં પડશે વરસાદઃ
તૌકતે વાવાઝોડું જે પ્રકારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, આજે રાત સુધીમાં તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડાને કારણે વાતાવરણમાં આવેલાં બદલાવથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની આગાહીઃ
16 મે, રવિવાર 
સુરત, ભરૃચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ

17 મે, સોમવાર
ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ. જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૃચ, કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, કચ્છ

18 મે, મંગળવાર
પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદ. જ્યારે ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, ભરૃચ, સુરત, વડોદરામાં મધ્યમ વરસાદ પડશે.

19 મે, બુધવાર
પોરબંદર, જુનાગઢ, દ્વારકા, રાજકોટ, જામનગર,મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે કે, અમદાવાદ, આણંદ, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube