ગુજરાતી ન્યૂઝGujaratપોરબંદર, જામનગર અને દ્વારકાની બદલાઈ જશે સુરત! મોદી સરકારે 1271 કરોડના આ પ્રોજેક્ટને આપી મંજૂરી

પોરબંદર, જામનગર અને દ્વારકાની બદલાઈ જશે સુરત! મોદી સરકારે 1271 કરોડના આ પ્રોજેક્ટને આપી મંજૂરી

ગુજરાતમાં રોડ કનેક્ટિવિટીને સારું બનાવવા માટે ગુજરાતમાં રોડ કનેક્ટિવિટીને સરળ કરવામાં આવશે. તેના માટે કેન્દ્ર સરકાર તરફથી 1271 કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળી છે.

પોરબંદર, જામનગર અને દ્વારકાની બદલાઈ જશે સુરત! મોદી સરકારે 1271 કરોડના આ પ્રોજેક્ટને આપી મંજૂરી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિકાસ માટે શક્ય તમામ કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોડ કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ત્યાં ગુજરાત સરકાર રાજ્યના વિવિધ શહેરો વચ્ચે રોડ કનેક્ટિવિટી મજબૂત કરી રહી છે. જ્યારે, કેન્દ્ર સરકાર પણ ગુજરાતમાં રોડ કનેક્ટિવિટી સુધારવામાં રાજ્ય સરકારને મદદ કરી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં હાઈવે પ્રોજેક્ટ માટે 1271.02 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 1271.02 કરોડના ખર્ચે હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-151Kના પોરબંદર-ભાણવડ-જામ જોધપુર-કાલાવડના સમગ્ર 119.50 કિમીના પટ્ટાને રૂ. 120 કરોડના ખર્ચે પાકા રોડ સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Add Zee News as a Preferred Source

गुजरात के पोरबंदर, जामनगर और देवभूमि द्वारका जिलों में राष्ट्रीय राजमार्ग-151K के पोरबंदर-भानवड-जाम जोधपुर-कालावड इस पूरे 119.50 किमी खंड को पेव्ड शोल्डर के साथ 2-लेन में अपग्रेड करने के लिए 1271.02 करोड़ रुपए की लागत के साथ स्वीकृति दी गई है।

यह परियोजना सड़क…

— Nitin Gadkari (@nitin_gadkari) April 7, 2025

આ શહેરો વચ્ચે મુસાફરી સરળ બનશે
આ પ્રોજેક્ટેડ રસ્તો પોરબંદર નજીક નેશનલ હાઈવે-51 સાથે પોરબંદર જંકશનથી શરૂ થાય છે અને ભાણવડ, જામ જોધપુરને જોડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-927D સાથે કાલાવડ જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151K રાજ્યના 3 મુખ્ય રાજ્ય ધોરીમાર્ગોને જોડશે. નેશનલ હાઇવે-151K પોરબંદર-ખંભાળિયા (NH-927K), જૂનાગઢ-જામનગર (NH-927D) અને રાજકોટ-પોરબંદર (NH-27) વચ્ચે કનેક્ટર તરીકે સેવા આપશે.

તમને સારી કનેક્ટિવિટી મળશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમની જાહેરાતમાં આ રાજ્ય ધોરીમાર્ગને ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર, 8 મોટા પુલ અને 10 બાયપાસ સાથે અપગ્રેડ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આનાથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news