દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થશે! રાજકારણમાં થશે ભારે ઉથલપાથલ, એપ્રિલ-મે મહિનામાં મોટો ખતરો!

જૂનાગઢમાં હોળીની પરંપરાગત ઉજવણી ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિરથી શરૂ થાય છે. અહીંથી હોળી પ્રગટ્યાં બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે.
 

દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થશે! રાજકારણમાં થશે ભારે ઉથલપાથલ, એપ્રિલ-મે મહિનામાં મોટો ખતરો!

Holika Dahan 2025: ગુજરાત સહિત દેશ આખામાં હોળીકા દહનની શરૂઆત થઈ ગઈ છે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીની જ્વાળાઓ આપણને ઘણા સંકેત આપતી હોય છે. ગુજરાતભરમાં લોકોએ હોળી પ્રગટાવીને ઘણા સંકેતો મળતા હોય છે. જેમાં હવામાન નિષ્ણાત આગાહીકાર રમણીક વામજાએ હોળીની જ્વાળાને લઈને મોટી આગાહી કરી છે.

હોળીની જ્વાળા પરથી અલગ અલગ આગાહીકારો પૂર્વ અનુમાન કરતા હોય છે, ત્યારે આગાહીકાર રમણીક વામજાએ જે આગાહી કરી છે જે ખુબ જ ખતરનાક છે. આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થશે. સાથે જ રાજકારણમાં ભારે ઉથલપાથલ થશે. આ વર્ષને જોતા અનાજ મોંઘુ થશે.

આગાહીકાર રમણીક વામજાએ ખેડૂતો માટે ખુબ જ મોટા ખુશખબર આપ્યા છે. રમણીક વામજાએ જણાવ્યું છે કે ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષે રહેશે. વરસાદ ખૂબ જ સારો રહેશે. 16 આની જેવો વરસાદ થઈ શકે છે. પરંતુ હા...એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. હોળીની જ્વાળ ખૂબ જ ઊંચી જતા ગરમીનું પ્રમાણ પણ વધશે. 

ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હોળીની જ્વાળા નૈઋત્ય અને પશ્ચિમની હોવાથી ચોમાસું સારૂં રહેશે. માવઠું થવાની શક્યતાઓ પણ રહેલી છે. રાજ્યમાં 20 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે. અગ્નિની જ્વાળા સીધી આકાશ તરફ, પૂર્વ દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ જવાને લઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે ત્યાં જ હોલિકા દહનની અગ્નિની જ્યોત દક્ષિણ દિશા તરફ જતી હોય તો તેને અશુભ માનવામાં આવે છે.

અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેતો આપવામાં આવ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી. સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી. આ વખતે ગુજરાતમાં ચોમાસું ખુબ જ સારુ રહેવાનું છે. આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેમનો પાક સારો રહેવાનો છે. 

વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસામાં આ વર્ષે અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે. એટલે કે આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા છે. સમગ્ર ગુજરાત સહિત ભારતમાં હોળીની ઉજવણી થઈ રહી છે. આજે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું. વર્ષો જૂની પરંપરા દ્વારા હોળીની જાળ જોઈને ચોમાસુ કેવું રહેશે તેનો વરતારો કાઢવામાં આવતો હોય છે. 

ઉલ્લેખનીય છે કે, હોળી-ધુળેટી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ. દેશ હોય કે વિદેશ હોય, આજેય આ તહેવાર તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઊજવાય છે. ચોતરફ રંગોનું સામ્રાજ્ય ફેલાય છે, હોળી રંગોનો તહેવાર છે, પરંતુ સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ વર્ષે હોળી દહન 14 માર્ચ 2025 ના રોજ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news