)
Devayat Khavad Controversy : પાંચ દિવસથી ફરારફ ગુજરાતી ડાયરા કલાકાર દેવાયત ખવડની અટકાયત કરાઈ છે. મારામારીના કેસમાં ફરાર દેવાયત ખવડ સકંજામાં આવ્યો છે. ત્યારે હવે મારામારીના કેસના નવા રહસ્યો ખૂલશે.
લોક સાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે. દેવાયત ખવડ સહિત 6 શખ્સોની ધરપકડ કરાઈ છે. ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં દેવાયત ખવડ સકંજામાં આવ્યો છે. દેવાયત હુમલાની ઘટના બાદથી ફરાર હતો. તેની સામે ખવડ સામે લૂંટ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ છે. દુધઈ પાસેના ફાર્મહાઉસ પરથી દેવાયતની ધરપકડ કરાઈ છે.
લોકડાયરનો કલાકાર દેવાયત ખવડની પોલીસે ધરપકડ કરી છે .થોડા દિવસો પહેલા હુમલામાં વપરાયેલ બે કાર ગીર સોમનાથથી બિનવારસી હાલતમાં મળી હતી. પોલીસની ચાર અલગ અલગ ટીમો દેવાયત ખવડને ઝડપી લેવા તપાસ કરી રહી હતી. તલાલા પોલીસે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે ફાર્મ હાઉસમાં દેવાયત સાથે 6 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. બે દિવસ પહેલા દેવાયત ખવડ મુળીના દુધઈ ગામે દેખાયાના સીસીટીવી સામે આવતા સુરેન્દ્રનગર એલસીબી પણ તપાસમાં જોડાઈ હતી. હુમલાની ઘટનામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે ઘર્ષણને લઈને દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોધાઈ છે..
BREAKING NEWS: મારામારીના કેસમાં પોલીસે Devayat Khavadની કરી ધરપકડ, પાંચ દિવસથી ફરાર હતો દેવાયત ખવડ #breakingnews #devayakhavad #gujarat #news pic.twitter.com/Lt6i6MTp7o
— Zee 24 Kalak (@Zee24Kalak) August 17, 2025
શું હતો સમગ્ર મામલો
અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતનાઓએ નુકશાન કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે 8 લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. આ બાદ બે દિવસ પહેલા દેવાયત ખવડ અને અન્ય શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું યોજી માર મારવામાં આવ્યો હતો. તેમજ તેને સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી થઈ રહી હોવાની માહિતી મળી હતી અને તેજ પ્રમાણે દેવાયત ખવડ અને અન્ય શખ્સો ધ્રુવરાજસિંહ બુકાની બાંધી કાર અથડાવી હુમલો કરવામાં આવ્યો. જોકે અચાનક દેવાયત ખવડની બુકાની ખુલી જતા યુવરાસિંહ ઓળખી ગયાનું પોલીસે જણાવ્યું. પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ છે. તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિત 16 જેટલા ઈસમો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 109, 311, 118(1), 118(2), 189(2), 191(2), 191(3), 190, 61, 352, 351(3) તથા આર્મસ એક્ટની કલમ 25(1)(B)(A) તથા જી.પી.એક્ટ કલમ 135 સહિતની કલમો હેઠળ તાલાળા પોલીસ મથકે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દેવાયત પૂજા બનીને મેસેજ કર્યાં
બીજી તરફ દેવાયત ખવડ અને તેના માણસોએ 'પૂજા પંડ્યા' નામના ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ધ્રુવરાજસિંહ ચૌહાણને મેસેજ કર્યાનો ખુલાસો થયો છે. જેમાં એક મેસેજમાં લખ્યું હતું કે, આ બાજુ આવવામાં ધ્યાન રાખજે. દેવાયત અડી જશે. તો બીજા મેસેજમાં લખ્યું હતું કે, લોકેશન મોકલ. તને મળીને જઈશું. 100 ટકા લખીને રાખજે. આ મેસેજ ધ્રુવરાજસિંહ ચૌહાણને દેવાયત ખવડ અને તેના માણસોએ કર્યા હોવાની એક થિયરી સામે આવી છે.