)
Gujarat Police : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 105 IPS અને SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પરંતું આ બદલીઓની સાથે કેટલીક અફવાઓનું બજાર ગરમ થયું છે. કારણ કે, કેટલાક આઈપીએસ ઓફિસર માટે આ બદલી ખુશીના સમાચાર સાબિત થઈ નથી.
IPS અધિકારીઓની બદલીમાં 2012થી 2021ની બેચના 75 આઈપીએસનો સમાવેશ છે. પરંતું ડીઆઈજી સ્તરના 10 જેટલા વરિષ્ઠ અધિકારીઓને હાલમાં કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગ વગરના રાખવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આ અધિકારીઓને નવા આદેશ ન મળે ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ તંત્રના આ ઉચ્ચ અધિકારીઓને પોસ્ટિંગ ન મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પરંતું નામની વાત કરીએ તો, હિતેશ જોયસર, તરુણ દુગ્ગલ અને ચૈતન્ય માંડલિક સહિતના ટોચના અધિકારીઓને નવા આદેશ સુધી રાહ જોવી પડશે. અન્ય નામો પર ચર્ચા કરીએ તો....
હાલ પોલીસ બેડામાં આ જ ચર્ચા ચાલી રહી છે કે, આખરે કેમ આ અધિકારીઓને બદલીથી દૂર રાખવામાં આવ્યા છે. આ અધિકારીઓને કેમ પોસ્ટીંગ વગરના રખાયા છે. તો બીજી તરફ, પોલીસ વિભાગના કેટલાક પોસ્ટીંગ એવા છે જે લાંબા સમયથી ખાલી છે. જેમાં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વડા અને અમદાવાદ રેન્જ જેવી મહત્વની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ પર હવે કોની લોટરી લાગે તે તો સમય આવ્યે જ ખબર પડશે.
કયા અધિકારીની ક્યાં ક્યાં બદલી થઈ
રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવ (ગૃહ) વિભાગે વિચારણા કરીને ગણતરીના કલાકોમાં હુકમો કર્યા છે. કુલ ૨૫ જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના ૩૨ જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
ઓર્ડરની ખાસ બાબત એ રહી છે કે સીધી ભરતીના વર્ષ ૨૦૧૯-૨૦ના આઈ.પી.એસ અધિકારીને શહેરમાં ઝોનમા , વર્ષ-૨૦૧૮ કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ અને વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે તેમને સી.આઈ.ડી ક્રાઈમના આર્થિક ગુના/ શહેરોના આર્થિક ગુનાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક શહેરોમાં ઝોન અને મુખ્યમથકની જગ્યામાં મહિલા અધિકારીની સપ્રમાણ નિમણુંક આપવામાં આવી છે.
પોલીસ ભવનની અગત્યની જગ્યા જેમ કે સ્ટાફ ઓફીસર, ટેકનીકલ સેલ સી.આઈ.ડી ક્રાઈમ, સાયબર ક્રાઈમ, કોસ્ટલ સિક્યુરીટી, તેમજ જેલ જેવી મહત્વની જગ્યાઓ ઉપર વર્ષ ૨૦૨૧ની બેચના સીધી ભરતીના અધિકારી તો બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલ/સી.આઈ.ડી ક્રાઈમના આર્થિક ગુનાની જેવી મહત્વની જગ્યા ઉપર સિનિયર પોલીસ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.