)
Vadodara News : વડોદરાના જાણીતા યુનાઇટેડ વે ગરબામાં ફરીથી વિવાદમાં આવ્યા છે. મોટા વાયદા અને ફી છતાં ખેલૈયાઓને સુવિધામાં કંઈ ન મળ્યું. પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડ કાદવ-કીચડથી ભરાયેલા જોવા મળ્યા. જેથી પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ “હાય હાય” ના નારા લગાવ્યા હતા. ખેલૈયાઓએ ગાયક અતુલ પુરોહિતની વાત સાંભળવાની પણ ના પાડી. તો કીચડને કારણે ખેલૈયાઓએ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા હતા. ખેલૈયાઓનો રોષ જોતા સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત કરી હતી.
વડોદરાના સૌથી ફેમસ ગરબા યુનાઈડેટ વે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. પરંતું આ ફેમસ ગરબામાં પહેલા જ નોરતે ખેલૈયાઓએ રિફંડના નારા લગાવ્યા હતા. જેનું કારણ હતું ગરબા ગ્રાઉન્ડ પર સતત બીજા વર્ષે જોવા મળેલું કાદવ કીચડ. ગ્રાઉન્ડ પર ફેલાયેલા કાદચ કીચડને કારણે ખેલૈયાઓ પરેશાન થઈ ગયા હતા. તેઓ આ કારણે ગરબા પણ રમી શક્યા ના હતા.
ગરબાના ગાયક અતુલ પુરોહિતે મંચ પરથી ખેલૈયાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા ન હતા. ખેલૈયાઓએ પહેલા જ દિવસે રિફંડની માંગ કરી હતી. ખેલૈયાઓએ તેમની વાત સાંભળી નહોતી અને કહ્યું હતું કે, દાદા જવાબ નહીં જોઈએ. પૈસા પાછા આપો અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા.
અન્ય ખેલૈયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ ગરબાનું આયોજન એકદમ બક્વાસ છે. અમે આ કીચડ માટે 5600 ભર્યા છે, નકરુ ગટરનું પાણી છે. પાસ અમને ઘરે મળ્યા નહોતા તેમ છતાં 180 રૂપિયા ડિલિવરી ચાર્જ લીધો છે. એ ડિલિવરી ચાર્જ શા માટે લે છે.

અશ્લીલ હરકતો કરતા યુવકો પડકાયા
પહેલા નોરતે વડોદરા ગરબા ગ્રાઉન્ડની બહાર જાહેરમાં અશ્લીલ હરકતો કરતા યુવકો પકડાયા હતા. VHP ના કાર્યકરોએ બંને યુવકોને પકડી પોલીસને હવાલે કર્યા છે. માંજલપુર અવધૂત ફાટક પાસે યુવકો જાહેરમાં અશ્લીલ હરકતો કરતા હતા. વીએચપી કાર્યકરોએ યુવકોને પકડી જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા.
પ્રથમ નોરતે ગરબામાં વિધર્મી કલાકારો મળ્યા
સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળે પહેલો નોરતે ચેકિંગ કર્યું હતું. નવરાત્રી પંડાલમાં વિધર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ કર્યું હતું. ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર આવ્યું હતું. મંચ પર પાંચથી સાત જેટલા કલાકારોની ઓળખ થઈ હતી. જેથી બજરંગ દળના કાર્યકર્તાઓએ કલાકારોને તરત જ તેમને નીચે ઉતાર્યા હતા ને કલાકારોને પંડાલની બહાર લઈ જવાયા હતા. મુખ્ય આયોજકોને પણ બોલાવી સમજૂતી કરાવાઈ હતી. બજરંગ દળે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ચેતવણી આપી હતી. આયોજકોએ હિન્દુ સમાજની માફી માંગી હતી. અને લેખિત બાંહેધરી આપવામાં આવી કે વિધર્મી નહીં રાખવામાં આવે. આયોજકોએ લખાણમાં વચન આપ્યું કે ભવિષ્યમાં કાળજી રાખશે.