શિવાનંદ ઝા અને જે.એન સિંઘ બે બિહારી મિત્રોનાં હાથમાં ગુજરાતની ધુરા

જે.એન સિંઘ અને શિવાનંદ ઝા બંન્ને એક જ શાળામાં ભણી ચુકેલા વિદ્યાર્થીઓ ઉપરાંત સારા મિત્રો પણ છે

શિવાનંદ ઝા અને જે.એન સિંઘ બે બિહારી મિત્રોનાં હાથમાં ગુજરાતની ધુરા

ગાંધીનગર : હાલમાં જ ગુજરાતનાં કાયમી ડીજીપી તરીકે શિવાનંદ ઝાની નિંમણુંક કરવામાં આવી. 1983ની બેંચનાં આઇપીએસ અધિકારી શિવાનંદ ઝા પોતાની સુઝબુઝ અને તર્ક શક્તિ ઉપરાંત વિપરિત પરિસ્થિતીમાં પણ કામ કરવા માટે જાણીતા છે. મુળ બિહારનાં વતની તેવા શિવાનંદ ઝાની વડાપ્રધાન મોદી પાસે ઘણી સારી છાપ છે. તો બીજી તરફ ગુજરાતનાં ગૃહ સચિવ જે.એન સિંઘ પણ મુળ બિહારનાં આઇએએસ ઓફીસર છે. સિંઘ પણ વડાપ્રધાનનાં માનીતા અધિકારી હોવાનું કહેવાય છે.

જેથી કહી શકાય કે હાલ ગુજરાતની બે મહત્વની પોલીસ અને વહીવટી પાંખ બિહાર મુળનાં બે અધિકારીઓનાં હાથમાં છે. જો કે સૌથી મહત્વની બાબત છે કે ઝા અને સિંઘ માત્ર બિહારનાં જ નહી પરંતુ એક જ જિલ્લા અને એક જ શહેરનાં છે અને બંન્ને સાથે એક જ શાળામાં અભ્યાસ કરી ચુક્યાં છે. બંન્ને ઘણા સારા મિત્રો પણ છે. બિહારનાં પટનાની એક શાળામાં આ બંન્ને મિત્રોએ એક સાથે અભ્યાસ કર્યો હતો.

સિંઘ જો કે ઝા કરતા એક વર્ષ સીનિયર હતા પરંતુ બંન્નેનાં રસનાં વિષયો સરખા હોવાનાં કારણે બંન્ને શાળાકાળથી જ ઘણા સારા મિત્રો હતા. જો કે ત્યાર બાદ સિંઘ એમ.એ અને પી.એચ.ડી કર્યા બાદ આઇએએસમાં પસંદગી પામ્યા હતા. જ્યારે શિવાનંદ ઝા બીએ ઓનર્સની ડિગ્રી મેળવ્યા બાદ આઇપીએસ પસંદગી પામ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news