'હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ', કિશન ભરવાડ હત્યા કેસમાં ગૃહમંત્રીનું મોટું નિવેદન, પરિવારજનોની આંખમાં આવ્યા આસું

હર્ષ સંઘવી મુલાકાત કરવા પહોંચતા જ કિશન ભરવાડના પરિવારજનો રડી પડ્યા હતા અને કિશનની ફૂલ જેવી નાનકડી દીકરીને લઈને મહિલાઓ રડતી દેખાઈ હતી. સંઘવીએ આ લોકો સાથે પણ મુલાકાત કરીને સાંત્વના આપી હતી.   

'હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ', કિશન ભરવાડ હત્યા કેસમાં ગૃહમંત્રીનું મોટું નિવેદન, પરિવારજનોની આંખમાં આવ્યા આસું

ઝી ન્યૂઝ/અમદાવાદ: ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા પહોંચ્યા છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગામના આગેવાનો તથા ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી છે. તથા મૃતકના પરિવારને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે. તથા તેમણે ટ્વિટ કરી પણ માહિતી આપી હતી.

આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ભોગ બનેલા મૃતક યુવકના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ઝાંઝરકા ગામે પહોચ્યા હતા. જ્યા તેમણે યુવકના પરિવાર સાથે મુલાકાત કરી સાથે જ તેમણે સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી. ચચણા ગામે પહોચીને તેમણે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને બાંહેધરી આપી કે યુવકને જલ્દીથી ન્યાય આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દીકરીના પિતાના હત્યારાઓને સજા અપાવીશું. આ દીકરીને હું ગણતરીના મહિનામાં જ ન્યાય અપાવીશ. આ કેસમાં તમે અડધી રાતે અમારો સંપર્ક કરી શકો છો. હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ.

હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.

— Harsh Sanghavi (@sanghaviharsh) January 27, 2022

હર્ષ સંઘવી મુલાકાત કરવા પહોંચતા જ કિશન ભરવાડના પરિવારજનો રડી પડ્યા હતા અને કિશનની ફૂલ જેવી નાનકડી દીકરીને લઈને મહિલાઓ રડતી દેખાઈ હતી. સંઘવીએ આ લોકો સાથે પણ મુલાકાત કરીને સાંત્વના આપી હતી.   

આરોપીઓની તસવીર સામે આવી
ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં (Dhandhuka firing murder case) કિશન ભરવાડ (Kishan Bharvad murder) પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરનારા બન્ને આરોપીઓના ચહેરા સામે આવ્યા છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad rural police) સઘન તપાસ કરી રહી છે. મૌલાનાની મદદથી બાઇક પર આવીને ફાયરિંગ કરનાર આરોપીઓની તસવીર સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં અમદાવાદ અને મુંબઇના બે મૌલવીઓની પણ સંડોવણી બહાર આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પોલીસે બાઇક પર સામે આવેલી તસવીરના બંન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ઘટનામાં મૌલાનાની સંડોવણી
સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે આ હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ પોલીસે ઉઠાવ્યો છે. જેમાં બે મૌલાનાની આ કેસમાં સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૌલાનાના ઈશારે જ હત્યાને અંજામ અપાયો હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે. જે હથિયારથી કિશન ભરવાડની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો છે. તેમાં મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. ગઈકાલે પોલીસે 2 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. જેમણે યુવક પર ફાયરિંગ કરીને હત્યાને અંજામ અપાયો હતો.

ધંધુકા ફાઈરિંગ એન્ડ મર્ડર કેસમાં ધર્મના નામ પર અમદાવાદથી મુંબઈ સુધીના 2 મૌલવીનું પાપ સામે આવ્યું છે. મુંબઈ અને અમદાવાદના મૌલાનાની સંડોવણીની આશંકા સેવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુંબઈના મૌલાનાના ઈશારે જ હત્યાને અંજામ અપાયો છે. મુંબઈના મૌલાનાએ અમદાવાદના મૌલાનાને આ કામ આપ્યું હતું. જેમાં અમદાવાદના જમાલુપરમાં રહેતા મૌલાનાની સંડોવણી હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે અમદાવાદના મૌલવીએ હત્યારાઓને હથિયાર પણ આપ્યા હતા. મુંબઈથી અમદાવાદ દોરી સંચાર થતો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news