લંડનથી આવતા જ સંઘવીએ IPS નો ક્લાસ લીધો, ગુજરાત પોલીસના ઈતિહાસમાં ક્યારેય ન બન્યું તેવું બન્યું

Harsh Sanghvi Action : ગૃહ રાજ્યમંત્રી લંડનના પ્રવાસે હતા ત્યારે ગાંધીનગરમાં એવું કંઈક બન્યું, જેનાથી તેમને તાબડતોબ આઈપીએસ અધિકારીઓની બેઠક બોલાવી, આખરે શું બન્યું હતું જાણીએ

લંડનથી આવતા જ સંઘવીએ IPS નો ક્લાસ લીધો, ગુજરાત પોલીસના ઈતિહાસમાં ક્યારેય ન બન્યું તેવું બન્યું

Gandhinagar News : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઓલિમ્પિકના આયોજન અંતર્ગત લંડનના પ્રવાસે હતા. પરંતું ગાંધીનગર પરત ફરતા જ તેમણે તાત્કાલિક બેઠક બોલાવી હતી. IPS અધિકારીઓ ના આંતરીખ વિખવાદનો મુદ્દો સામે આવતા જ તેમણે તાબડતોબ  બેઠક બોલાવી હતી.  

આજે DGP વિકાસ સહાય, રાજકુમાર પાંડિયન અને નિર્લિપ્ય રાયને હર્ષ સંઘવીનું તેડું આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, IPS અધિકારીઓના આંતરીખ વિખવાદ મુદ્દે આ બેઠક યોજાઈ હતી. DGP વિકાસ સહાય, adgp રાજ કુમાર પાંડિયન, SMC વડા નિર્લિપ્ત રાય ગૃહ રાજ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. DGP ની સૂચનાથી SMC એ CID crime ની અરજીઓની તપાસ કરી હતી. સિનિયર IPS અધિકારીઓના વિખવાદના કારણે વિવાદ થયો હતો. 

Add Zee News as a Preferred Source

ગૃહ રાજ્યમંત્રીની ગેરહાજરીમાં આઈપીએસ અધિકારીએ ખેલ પાડ્યો 
ગાંધીનગરના પોલીસ ખાતામાં હાલ અરજીઓનો મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે આ મામલો શું છે તેના પર એક નજર કરીએ. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લંડનના પ્રવાસે હતા. એક સપ્તાહના આ પ્રવાસ દરમિયાન એક આઇપીએસ અધિકારીએ ખેલ પાડ્યાની ચર્ચા ગૃહ વિભાગ અને સચિવાલયમાં થઈ રહી છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય પણ ન બની હોય તેવી ઘટના બની. પોલીસ વિભાગની એક એજન્સી દ્વારા પોલીસ વિભાગની જ બીજી એજન્સીની કચેરીએ રેડ પાડવામાં આવી. આ રેડ બાદ પીએસઆઇ કક્ષાના એક અધિકારીને સસ્પેન્ડ કરાયો. જોકે આ રેડ અરજીઓ દબાઈ રાખવા અને તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાની વાત અત્યારે ચર્ચા રહી છે. જોકે સાચી વાસ્તવિકતા આઇપીએસ અધિકારીઓ વચ્ચેની લડાઈ અને અહમનો ટકરાવો કારણભૂત હોવાનું માનવામાં આવે છે. cid crime ચાર્જમાં ચાલે છે. મૂળ કારણ આમાં છુપાયું હોવાની વાત પણ ગૃહ વિભાગમાં ચર્ચા રહી છે. જે દિવસે રેડ પાડવામાં આવી અને પીએસઆઇને સસ્પેન્ડ કરાયો તે દિવસના એક દિવસ અગાઉ cid crime ના ટોચના તમામ અધિકારીઓએ મુખ્યમંત્રી કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. અરજી દબાઈ રાખવી, સમયે અરજી કાઢવી અને તેનો ઉપયોગ કરવો તે cid crime કે પોલીસ માટે નવું નથી. તો પછી પોલીસ વિભાગની જ અન્ય એજન્સી પર રેડ કરવી તે નવો ચીલો પાડવામાં આવ્યો. જે ભવિષ્યમાં પોલીસ તંત્ર માટે જ ઘાતક પુરાવા થઈ શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news