સૌરાષ્ટ્રમાં હીટવેવનો હાહાકાર, આકરી ગરમીથી બચવા શું કરવું અને શું ન કરવું તે ખાસ જાણવા જેવું છે

Heatwave Alert In Gujarat આજે કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ગરમીનું રેડ અલર્ટ..અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ અલર્ટ..આવતીકાલે ગરમીથી મળી શકે આંશિક રાહત...
 

સૌરાષ્ટ્રમાં હીટવેવનો હાહાકાર, આકરી ગરમીથી બચવા શું કરવું અને શું ન કરવું તે ખાસ જાણવા જેવું છે

Heatwave Alert In Saurastra : રાજ્યમાં હાલ ગરમીનો કહેર યથાવત છે. રાજ્યમાં હીટવેવનો હાહાકાર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજે કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ગરમી મામલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વડોદરામાં આજે યલો એલર્ટ છે. ત્યારે હવે હીટવેવથી બચવાનો સમય આવી ગયો છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી
સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા અપાયું છે. આજે રાજકોટનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તેથી શહેરનો લોકોને બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી બિન જરૂરી બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની અપીલ છે. જિલ્લા આરોગ્ય વિભાગે સ્કૂલ-કોલેજોમાં ગરમીથી બચવા શેડ ઉભા કરવા સૂચના આપી. બપોરના સમયે ચાલતી સ્કૂલોમાં ORSની સુવિધા રાખવા સ્કૂલ સંચાલકોને અપીલ કરાઈ. બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને બપોરે ન નીકળવા અપીલ. કરાઈ, હીટ સ્ટ્રોકના બનાવોથી બચવા ઠંડા-પીણાંનો સહારો લેવા જણાવ્યું. ગરમીને કારણે બપોરે રોડ-રસ્તાઓ સુમસામ..

 

— Rushikesh Patel (@irushikeshpatel) March 12, 2025

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હિટ વેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ પણ બે દિવસ હિટ વેવ રહેવાની આગાહી હોવાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારી આરઆર ફુલમાળીએ જણાવ્યું કે, આજે રાજકોટનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી બિન જરૂરી બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની અપીલ કરી છે. જિલ્લા આરોગ્ય વિભાગે સ્કૂલ-કોલેજોમાં ગરમી થી બચવા શેડ ઉભા કરવા આપી સૂચના આપી છે અને બપોરના સમયે ચાલતી સ્કૂલોમાં ORSની સુવિધા રાખવા સ્કૂલ સંચાલકોને આદેશ કર્યો છે. બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને બપોરે ન નીકળવા અપીલ કરી છે. એટલું જ નહીં હિટ સ્ટ્રોકના બનાવો થી બચવા ઠંડા-પીણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ગરમીને કારણે બપોરે રોડ-રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.

હીટવેવમાં આટલું જરૂર કરો
• તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું
• શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો
• ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
• વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો
• આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો
• પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો
• બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ "લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો

હીટવેવમાં આટલું ના કરો
• શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું
• શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા
• મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો

લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર આ રીતે કરો
• જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
• શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
• લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
• જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news