ગુજરાતના આ શહેરમાં હીટવેવની ચેતવણી! બપોરના સમયે ચકલું પણ ફરકતું નથી, સવારે 10 વાગ્યાથી સૂર્યનો પ્રકોપ

ગુજરાતભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે હવામાન વિભાગે આજની આગાહીમાં હીટવેવ સાથે યલો એલર્ટની આગાહી આપી છે. આ સાથે તેમણે તાપમાનમાં ઘટાડાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

 ગુજરાતના આ શહેરમાં હીટવેવની ચેતવણી! બપોરના સમયે ચકલું પણ ફરકતું નથી, સવારે 10 વાગ્યાથી સૂર્યનો પ્રકોપ

Gujarat Weather Report: આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં આજે તાપમાનનો પારો 41 ડીગ્રી સેલ્સિયસથી ઉપર પહોચી જતા સમગ્ર ગુજરાતમાં આજે આણંદ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. આકાશમાંથી જાણે અગન ગોળા વરસી રહ્યાં હોઈ તેવી ગરમી લાગી રહી છે, જેને લઈને લોકો ઠંડા પીણા અને આઈસક્રીમ દ્વારા ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જયારે અસહ્ય ગરમીને લઈને બપોરનાં સુમારે લોકોએ કામ સિવાય ધરની બહાર નિકળવાની ટાળતા શહેરનાં ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર ચહલ પહલ પાંખી જોવા મળતી હતી

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે સવારે 10 વાગ્યાથી જ ગરમીનો પ્રારંભ થઈ ગયો હતો અને જેમ સુરજ ચઢતો ગયો તેમ બપોરનાં સુમારે તો આકાસમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી શરૂ થઈ ગઈ હતી અને બપોરનાં સુમારે બહાર નિકળતા જાણે ચામડી બળતી હોય તેવી અસહ્ય ગરમી જોવા મળી હતી. જેને લઈને બપોરનાં સુમારે લોકોએ કામ સિવાય ધરની બહાર નિકળવાનું ટાળ્યું હતું અને જેનાં કારણે શહેરમાં ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર ચહલ પહલ પાંખી જોવા મળી હતી જયારે લોકોએ ઠંડા પીણા,આઈસક્રીમ અને સેરડીનો રસ પીને ગરમી સામે રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

આજે સમગ્ર ગુજરાતમાં આણંદમાં સૌથી વધુ તાપમાન નોંધાતા મહત્તમ તાપમાન 41 ડી.સેએ પહોંચી ગયું હતું,  આણંદ આજે સૌથી ગરમ રહ્યું હતું, ઉનાળાનાં પ્રારંભે જ તાપમાન 41 ડી.સે એ પહોંચી જતા આગામી સમયમાં આણંદ જિલ્લામાં ભારે ગરમી પડે તેમ લાગી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news