ગુજરાતી ન્યૂઝGujaratગુજરાતના 12 જિલ્લામાં સૌથી મોટો ખતરો મંડરાયો! અપાયું ભારે એલર્ટ, જાણો શું છે લેટેસ્ટ આગાહી?

ગુજરાતના 12 જિલ્લામાં સૌથી મોટો ખતરો મંડરાયો! અપાયું ભારે એલર્ટ, જાણો શું છે લેટેસ્ટ આગાહી?

Gujarat Weather Forecast : હવામાન વિભાગે ગુજરાત સહિત યુપી અને બિહારને લઈને નવીનતમ અપડેટ જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર બન્ને રાજ્યોના ઘણા જિલ્લામાં વરસાદ ચાલુ રહેશે. જ્યારે, યુપીના ઘણા વિસ્તારોમાં કરા પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળ સાગરમાં સીઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બન્યું છે. 

 ગુજરાતના 12 જિલ્લામાં સૌથી મોટો ખતરો મંડરાયો! અપાયું ભારે એલર્ટ, જાણો શું છે લેટેસ્ટ આગાહી?

Gujarat Weather 2025: ગુજરાતમાં ભીષણ ગરમી બાદ બદલાવ આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે. આ સિવાય પણ અનેક વિસ્તારોમાં વાદળો છે. હવામાનમાં આવેલા એકાએક પલટાથી રાજ્યના લોકોને આકરી ગરમી અને હીટવેવમાંથી રાહત મળી છે. દરમિયાન હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવી શકે છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બાકીના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનોને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

Add Zee News as a Preferred Source

— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 12, 2025

ફરી વધશે તાપમાન 
હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે 15 થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યનું તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હીટવેવની સ્થિતિની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 15 એપ્રિલે હીટ વેવને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં 16 અને 17 એપ્રિલે હીટ વેવની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ શહેરોમાં તાપમાનમાં થયો ઘટાડો 
IMDના જણાવ્યા મુજબ રાજ્યનું તાપમાન ભુજમાં 37, નલિયામાં 33, અમરેલીમાં 39, ભાવનગરમાં 39, દ્વારકામાં 31, ઓખામાં 32, પોરબંદરમાં 33, રાજકોટમાં 40, વેરાવળમાં 32, રવિમાં 31, સુરનગરમાં 39, સુરેન્દ્રનગરમાં 32, 32 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 38, ડીસામાં 36, ગાંધીનગરમાં 37, બરોડામાં 37, સુરતમાં 33 અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news