)
Gujarat Rains : જન્માષ્ટમીના પર્વએ અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયું છે. આખા અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અડધા કલાકમાં અમદાવાદના અનેક વિસ્તારોમા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.
કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા
સરદારનગર, ઠક્કરબાપા નગરમાં વરસાદ
SG હાઈવે નજીક અમુક વિસ્તારમાં વરસાદ
નરોડા અને કૃષ્ણનગરમાં રસ્તા પર ભરાયા પાણી
સાયન્સ સિટી, ગોતા, મેમ્કોમાં ધોધમાર વરસાદ
નરોડા હરિ દર્શન પાસે પાણી ભરાયા
પાણી ભરાતા મીઠાખળી અંડરપાસ બંધ કરાયો
ઓઢવના વિરાટનગરમાં પાણી ભરાયા
શહેરનો પોશ એવો સીજી રોડ પાણી પાણી
નવરંગપુરાથી સ્વસ્તિક ક્રોસ રોડ પાણીમાં
મહત્વનું છે કે, શહેરભરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રસ્તા પર પાણી ભરવાની સમસ્યાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગત મોડી રાત્રીથી મેઘાવી માહોલ વચ્ચે મેઘરાજાની દે ધનાધનથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પરેશાન બન્યા. તો બીજી તરફ, વાસણા બેરેજના 3 દરવાજા 1.5 ફૂટ અને 2 દરવાજા 1 ફૂટ ખોલી બેરેજની બીજી તરફ નદીમાં 5000 ક્યુસેક પાણી છોડાયુ.
વાડજ વિસ્તારમાં પાણી ભરાયા
અમદાવાદ ખાતે વરસાદે પોતાની તોફાની બેટિંગ શરૂ કરી છે. કેટલાક વિસ્તારોને બાદ કરતાં અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ અખબાર નગર સર્કલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સોસાયટીમાં પાણી ભરાવા લાગ્યા છે. તો નાના ભૂલકાઓ વરસાદમાં ભીંજાવાની અને પાણીમાં રમત કરવાની મજા ઉઠાવી રહ્યાનું જોવા મળી રહ્યું છે. અમુક દિવસો પછી ફરી વરસાદની તોફાની બેટિંગ શરૂ થતાં ગરમીના બફારા વચ્ચે લોકોને ઠંડકનો અહેસાસ મળ્યો.
શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ
શહેરના ખોખરા વિસ્તારમાં બ્રેક બાદ ફરી વરસાદ શરૂ થયો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગે પણ અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરમ્ય એપાર્ટમેન્ટ ઘોડાસર નિગમ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે.
શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ
અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ ત્રાટક્યો છે. પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો. પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી, વાસણા, આશ્રમરોડ, ઉસ્માનપુરા, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો.