રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ચાર ટીમ સૌરાષ્ટ્રમાં રવાના, તંત્ર એલર્ટ

હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે.  

Updated By: Jul 5, 2020, 06:15 PM IST
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ચાર ટીમ સૌરાષ્ટ્રમાં રવાના, તંત્ર એલર્ટ

ઝી બ્યૂરો/રાજકોટ/અમદાવાદઃ  હવામાન વિભાગ દ્વારા આગામી  દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિદ વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને લઈ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. તો દરિયા પર સિગ્નલો લગાવવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. 

રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે.  કચ્છ, દેવભૂમિ દ્વારકા, વલસાડ, દમણ સુરત, દાદરા નગર હવેલી, જૂનાગઢ પોરબંદર સહિત અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે.  આ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ પણ વરસાદની શક્યતા છે. 

સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમ રવાના
હવામાન વિભાગની આગાહીની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ચાર ટીમ સૌરાષ્ટ્ર તરફ રવાના કરી દેવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાઈ રહેશે. 

શું 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસ ફેલાઈ છે? જાણો વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય

દરિયા કાંઠે લગાવાયા સિગ્નલ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદરો સહિત અન્ય સ્થળો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તો પોરબંદરમાં પણ ત્રણ નંબરનું સિગ્લન લગાવવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પર મેઘસવારી ચાલુ છે. જાફરાબાદના દરિયા કાંઠે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પીપાવાવ પોર્ટ, જાફરાબાદ, શિયાળબેટ દરિયાઈ વિસ્તારોમાં કરંટ સાથે વરસાદ પડી રહ્યો છે. તો જાફરાબાદમાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube