અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા

અમદાવાદ (Ahmedabad) શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલની વચ્ચે ગુરુવારે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ગત મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એકથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. તો માત્ર સરખેજ (Sarkhej) વિસ્તારમાં જ એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધારાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. 
અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલની વચ્ચે ગુરુવારે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ગત મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એકથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. તો માત્ર સરખેજ (Sarkhej) વિસ્તારમાં જ એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધારાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. 

અમદાવાદમાં ગત રાતના 10 થી 11 વાગ્યાના એક કલાકના ગાળામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો કેટલાક વિસ્તારમાં 3.5 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. સરખેજમાં 3.5 ઈંચ તો દુધેશ્વર, ચાંદખેડામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મોડી અચાનક કાળા ડિબાંગ વાદળોની ગડગડાટી તેમજ ભારે પવન સાથે વરસાદ વરસવાનુ શરૂ થયું હતું. 

કયા કયા વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના અમરાઈવાડી, ખોખરા, હાટકેશ્વર, મણિનગર, વસ્ત્રાલ, ઘોડાસર, જશોદાનગર, ઓઢવ, ઈશનપુર, વટવા, નારોલ, પીપળજ, લાલ દરવાજા, રાયપુર, નરોડા સહિતના વિસ્તારોમા વરસાદ નોંધાયો હતો. તો આશ્રમ રોડ, ગોતા, એસ જી હાઇવે, ચંદલોડીયા, રાણીપમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ, બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુરમાં પણ વરસાદ નોંધાયો હતો. 

ભારે વરસાદને પગલે અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના અંકુર ચાર રસ્તા પર પાણી ભરાયા હતા. તો રસ્તાઓ પર લોકોના વાહન બંધ પડવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. નારણપુરા ચારરસ્તા પર પાણી ભરાયા. 

હાલ વાસણા બેરેજના 5 દરવાજામાંથી પાણી છોડાઈ રહ્યું છે. 23, 24, 26, 27 અને 28 નંબરના દરવાજા ખોલવામાં આવ્યા છે. તમામ ગેટ 3-3 ફૂટ ખોલી 10376 ક્યુસેક પાણી બેરેજની બીજી તરફ નદીમાં છોડવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સતત સક્રિય છે. 3 દિવસ ભારે વરસાદી ઝાપટાની આગાહી થઈ છે. 3 ઓક્ટોબર એટલે કે પાંચમા નોરતા બાદ વરસાદ ઘટી જશે. ચોમાસાની વિદાયના ચિન્હો પણ જોવા મળશે. તો સાથે જ માછીમારો મારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટાની સંભાવના છે. અત્યાર સુધી રાજ્યમાં 127% વરસાદ નોંધાયો છે અને રાજ્યના તમામ જળાશયો છલોછલ છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news