ગુજરાતના 16 તાલુકામાં ધોધમાર વરસાદ; વિસાવદરમાં અઢી ઈંચ તો કોટડાસાંગાણીમાં પોણા 2 ઈંચ, જાણો કયા કેટલો પડ્યો?

Gujarat HeavyRains: ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના 16 તાલુકામાં ધોધમાર વરસાદ; વિસાવદરમાં અઢી ઈંચ તો કોટડાસાંગાણીમાં પોણા 2 ઈંચ, જાણો કયા કેટલો પડ્યો?

Gujarat HeavyRains: ગુજરાત પર  વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે. આજથી અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થશે, જે કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે ભારે અને તોફાની વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાાઝોડાની અસર થઈ શકે છે. આગામી 28 મે બાદ બીજી સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલની આગાહી.

દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદની શક્યતાઓ. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. 20 જૂને ગુજરાતના ઘણા ભાગોમાં પડી શકે ભારે વરસાદ. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ ભાવનગર જિલ્લામાં સર્વે હાથ ધરવામાં આવ્યો. તમામ દસ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ 80 જેટલી ટીમો બનાવી નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. વરસાદથી આંબા, લીંબુ, પપૈયા, બાજરી, તલ, ડુંગળીના પાકને નુકસાન થયુ છે. 

સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
હવામાન વિભાગની સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જહાગીરપુરા રાંદેર અડાજન કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ઉભો પાકને ભારે નુકસાન. કેરી ચીકુ સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ભારે ગરમી સામે સુરતી લાલાને રાહત મળી છે, ઓલપાડ, કામરેજ, કીમ, કોસંબા સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદ શરૂ થતા ડાંગર પકવતા ખેડુતોની હાલત કફોડી બની છે. ઓલપાડ તાલુકા સહિત અનેક તાલુકામાં ડાંગરની કાપણી ચાલી રહી છે. ડાંગરના પાકને નુકશાન  થવાની ભીતિ.

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ 
નવસારીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો છે. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ  શરૂ થયો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત  મળી છે. કમોસમી વરસાદના કારણે ખડુતોની ચિંતા વધી ગઈ છે. કેરી, ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે.

વિસાવદરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા વિસાવદર શહેર થયુ પાણી પાણી. ભારે પવન ફુંકાયા બાદ વરસાદ વરસતા કેરી, તલ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભરઉનાળે ગુજરાતના 16 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં અઢી ઈંચ તો કોટડાસાંગણીમાં પોણા 2 ઈંચ વરસ્યો છે. હજું હવામાન વિભાગે 5 દિવસ વરસાદની આગાહી આપી છે.

ધારી પંથકમાં વરસ્યો વરસાદ
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકાળટ બાદ અમરેલી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસતા અમરેલી શહેર પાણી પાણી થયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં ભારે પવન ફુંકાયા બાદ અચાનક વરસાદ વરસ્યો. લીલીયા તાલુકાના શેઢાવદર, ક્રાંકચ, પુંજાપદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદ વરસતા શેઢાવદરની બજારોમાં નદીઓની માફક પાણી વહેતા થયા. 

ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ
ભારે પવન ફુંકાયા બાદ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસ્યો વરસાદ. ધારીના ચાલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ઉકાળાટ બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો, અમરેલી જિલ્લાના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ..બગસરાના નવી હળીયાદ, જૂની હળીયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સાવરકુંડલા તેમજ ખાંભાના ગીર પંથક વરસાદ વરસ્યો. ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ.

બોટાદ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ
હવામાનની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. બોટાદ જિલ્લાના ઢસા, પાટણા, પીપરડી, રસનાલ, સીતાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ ભારે પવન ફુંકાયો છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસ્યો વરસાદ
ભારે પવન ફુંકાયા બાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદના પગલે ગોંડલ શહેરના રસ્તાઓ પર વહેતા થયા પાણી. કમોસમી વરસાદથી ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ.

ગોંડલમાં વરસ્યો એક ઈંચ જેટલો વરસાદ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસ્યો એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસેલા વરસાદથી ઉમવાડા રેલવે અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે. ગોંડલ પંથકમાં પવન સાથે વરસેલા ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં વરસ્યો વરસાદ. મેવાસા, ખીરસરા, વીરપુર સહિતના વિસ્તારમાં વરસ્યો ભારે વરસાદ. અસહ્ય બફારા બાદ સાંજના સમયે અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક, તો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં થયો વધારો..

ભારે વરસાદથી વોકળી નદી થઈ બે કાંઠે
જેતપુર તાલુકાના ખીરસરા વિસ્તારમાં વરસેલા ભારે વરસાદથી વોકળી નદી થઈ બેકાંઠે વહી રહી છે. ભારે વરસાદના કારણે વોકળી નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા. તો ભર ઉનાળે ખીરસરા ગામે ચોમાસા જેવો જોવા મળ્યો માહોલ. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં વરસ્યો વરસાદ. જામકંડોરણા, જસાપર, બોરીયા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ...અસહ્ય ગરમી બાદ અચાનક ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રાહત.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news