ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ! યાર્ડમાં ખેડૂતોના માલને પલળતા અટકાવવા ખાસ સૂચના

Junagadh News: હાલમાં રાજયના અનેક વિસ્તારોમાં માથે મંડાતી વાવાઝોડા જેવી પરિસ્થિતિ વચ્ચે અણધાર્યા વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડો માટે નવો પડકાર ઉભો થયો છે. ખાસ કરીને એવું જોવા મળે છે કે, ખેડૂતો જ્યારે પોતાની ઋતુગત ઉપજ જેમ કે કેરી, ડાંગર, ઘઉં, ચણા કે અન્ય જણસ યાર્ડમાં વેચવા માટે લાવે છે ત્યારે વરસાદના કારણે માલ પલળી જાય છે અને આથી મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.
 

ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ! યાર્ડમાં ખેડૂતોના માલને પલળતા અટકાવવા ખાસ સૂચના

Junagadh News: હાલમાં રાજયના અનેક વિસ્તારોમાં માથે મંડાતી વાવાઝોડા જેવી પરિસ્થિતિ વચ્ચે અણધાર્યા વરસાદની આગાહી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના માલને વરસાદથી બચાવવા માટે આગોતરી સૂચનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 

યાર્ડના ચેરમેન દિવ્યેશભાઈ ગજેરાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જુનાગઢ યાર્ડમાં તમામ પ્રકારની ઉપજ માટે ઓકશન પ્રક્રિયા શેડ હેઠળ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ પોતાનો માલ (Marketing Produce) રસ્તામાં લાવતી વખતે પલળી ન જાય તે માટે પ્લાસ્ટિક કે તાડપત્રી વડે ઢાંકીને લાવવો.

માર્કેટિંગ યાર્ડની સૂચના
તેમણે વધુમાં જણાવ્યું કે, માર્કેટ યાર્ડના પ્રવેશદ્વારે ખાસ મોબાઈલ નંબર આપેલ છે. જેના પર સંપર્ક કરીને ખેડૂત મિત્રો તે દિવસની જગ્યા અને વ્યવસ્થાની માહિતી મેળવી શકે છે. જેથી યાર્ડમાં આગોતરી સુવિધાની ખાતરી કર્યા બાદ જ પોતાનો માલ લાવી શકે.

યાર્ડના સંચાલન તરફથી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે, ખેડૂતોની ઉપજ ઉતાર્યા બાદ તરત ઓકશન સેડ હેઠળ લઇ જવામાં આવે અને તેનું યોગ્ય રીતે ઢાંકણાથી રક્ષણ કરવામાં આવે.

પાકને બચાવવા યોગ્ય વ્યવસ્થા કરવી
દિવ્યેશભાઈએ ખાસ કરીને એ પણ જણાવ્યું કે, વાવાઝોડા અથવા ભારે પવનની સંભાવનાને પગલે ખેડૂતોએ યોગ્ય સુરક્ષાવાળું ઢાંકણ જેવા કે મજબૂત પ્લાસ્ટિક કે કવરિંગ સાથે માલ લાવવો જોઈએ જેથી મોલ પલળી ન જાય અને તેની ગુણવત્તા પર અસર ન થાય.

તેમણે ખેડૂત મિત્રો માટે ખાસ અપીલ કરતા જણાવ્યું કે, “તમારું ઉત્પાદન ખૂબજ કિંમતી છે. કૃપા કરીને કમિશન એજન્ટ સાથે સતત સંપર્કમાં રહો અને જો જરૂરી જણાય તો યાર્ડના અધિકારીઓ સાથે પણ ફોન પર પૂર્વ માહિતગાર થઈ જવાનું આયોજન કરો.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news