)
Ahmedabad Rain: અમદાવાદના પૂર્વમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે. મણિનગરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ઓઢવમાં 4.5 ઈંચ, રખિયાલમાં 4 ઈંચ વરસાદ
મેમ્કોમાં 3.5 ઈંચ, વિરાટનગરમાં 3.2 ઈંચ વરસાદ, નિકોલમાં 3 ઈંચ, નરોડામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો, વટવા અને રામોલમાં 2.4 ઈંચ અને દૂધેશ્વરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ચાર કલાકના સરેરાશ માત્ર 2 ઈંચ વરસાદમાં જ પૂર્વ અમદાવાદ પાણીમાં ડૂબ્યું છે. મણિનગરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ થતાં કમરસુધીના ભરાયા પાણી છે.
બુધવારે સાંજ બાદ સતત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, ઘોડાસર, ઇસનપુર, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ, જશોદાનગર, રામોલ, હાથીજણ, વસ્ત્રાપુર, બોડકદેવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, મણિનગરમાં સૌથી વધુ પોણા 4 ઈંચ વરસાદ#heavyrain #gujarat #ahmedabad #news #zee24kalak pic.twitter.com/Uueg0eeuhU
— Zee 24 Kalak (@Zee24Kalak) June 25, 2025
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદના મણિનગરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખોખરા, મણિનગર, જમાલપુર, વસ્ત્રાલ, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, એલિસબ્રિજ, નરોડા, કુબેરનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાતા કુબેરનગર અંડરપાસ બંધ કરાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. અનેક સોસાયટીઓ અને ચાલીઓમાં પાણી ભરાઈ ગયાં છે.
અમદાવાદના પૂર્વમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નરોડા અંડરપાસ પણ વાહનવ્યવહાર માટે બંધ#heavyrain #gujarat #ahmedabad #news #zee24kalak pic.twitter.com/uZdSbhOnLq
— Zee 24 Kalak (@Zee24Kalak) June 25, 2025
વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો
અમદાવાદના પુનિતનગર ક્રોસિંગ પાસે કેડસમા પાણી ભરાઈ ગયાં છે. પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને પરેશાની થઈ છે. વરસાદને કારણે કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હોવાથી બંધ કરવામાં આવ્યો છે. ખોખરાથી સીટીએમ જતા રસ્તા પર પાણી ભરાયા છે. જ્યારે ગોરના કુવાથી અમરાઈવાડી સુધીનો રસ્તો જળમગ્ન થયો છે. ભારે વરસાદના પગલે અનેક અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર ઠપ થઈ છે. પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. શહેરના આંબેડકર ઓવરબ્રિજ પર વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં અનેક વાહનો ફસાયા હતાં. નિકોલના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકમાં વાહનો ફસાયા હતાં. ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કુબેરનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા છે.
અમદાવાદનું પૂર્વ વિસ્તાર થયું પાણી પાણી, મણિનગરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો#AhmedabadRain #GujaratRain #HeavyRain #AMC #HeavyRainfall #Gujaratnews pic.twitter.com/FNEGiYjkho
— Zee 24 Kalak (@Zee24Kalak) June 25, 2025
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે રથયાત્રાની તૈયારીમાં મુશ્કેલી સર્જાઈ છે. સરસપુર પોળ વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદને લઈને પોળમાં વીજળી ગુલ થતાં અંધારપટ છવાયો છે. હાલ રથયાત્રામાં સામેલ થનારા હજારો લોકો માટે જમણવારની તૈયારીઓ ચાલી રહી છે. જે વરસાદ અને અંધારપટના કારણે મુશ્કેલીમાં મૂકાઈ છે.
6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે 26 જૂનના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યુ છે.