)
કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં સતત આજે ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. સાવરકુંડલા અને વડીયા શહેર માં આજે સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વડીયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો તોરી રામપુર અર્જુન સુખ ખાન ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા વડીયા સિંચાઈ ડેમ માં 50% ઉપરાંત નવા નિર્માણ થઈ હતી પાણીનો સંગ્રહ હતો. આજે ઉપરવાસમાં સારો વરસાદ થતાં આ ડેમમાં 75 ટકા પાણીની સપાટી પહોંચી છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ખેડૂતો અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સમગ્ર જિલ્લામાં અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જ્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે આજે સાવરકુંડલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ આવ્યો હતો.
સાવરકુંડલાના બાઢડા, રામગઢ, નેસડી કાનાતળાવ, હાથસણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલા, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણ મા ઠંડક પ્રસરી ગઈ છે.