)
Gujarat Politics : જુનાગઢમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે રાત પડતા જ મોટી ખબર આવી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને મોટી રાહત મળી છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે જુનાગઢ જેલમાં હાજર નહિ થાય. સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને હાજર થવા સામે સ્ટે મળ્યો છે. એક સપ્તાહ માટે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે.
ગોંડલના પૂર્વ MLA પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે. SCએ અનિરુદ્ધસિંહને અઠવાડિયાનો સમય આપ્યો છે. અનિરુદ્ધસિંહ આજે જૂનાગઢ જેલમાં હાજર નહીં થાય. અનિરુદ્ધસિંહના સરેન્ડર થવાનો આજે અંતિમ દિવસ હતો.
અનિરુદ્ધ સિંહ જાડેજા આજે સરેન્ડર કરવાના હતા
પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં આજે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરવાના હતા તેવી ખબર દિવસભર ચાલી હતી. હાઇકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલ સજા માફી રદ્દ કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર બાદ સરકારી કમિટી દ્વારા સજા માફી અંગે નિર્ણય લેવાનાર હતો.
2018માં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી આપવામાં આવી હતી. મૃતકના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા સજા માફી બાબતે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. 15 ઓગસ્ટ 1988ના રોજ તત્કાલિન ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયાની હત્યા કરાઈ હતી. જાહેરમાં ગોળી મારી કરવામાં આવી હતી હત્યા 1997માં આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. 18 વર્ષની સજા ભોગવ્યા બાદ અનિરુદ્ધસિંહને સજા માફી મળી હતી. થોડા મહિના પૂર્વે અનિરુદ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરિયાદ થઈ છે. તેના બાદથી પિતા પુત્ર બંને પોલીસ પકડથી દૂર છે.
શું છે સમગ્ર કિસ્સો
તા. 15 ઓગસ્ટ 1988 ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ખકઅ પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. આ સજા માફીને રદ કરવા માટે હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી. જેની સુનાવણી તારીખ6 ઓગસ્ટ અને બુધવારના રોજ ચાલતા જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એચડી સુથારે માફીના લાભ અંગે સવાલો ઉઠાવી સરકાર અને જેલ સત્તાવાળાના નિર્ણય ની આકરી આલોચના કરી હતી.