)
અમદાવાદઃ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે...મા આદ્યશક્તિની આરાધનાના પર્વમાં ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે...આસ્થાના આ પર્વમાં વિધર્મીઓ ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસીને કોઈ યુવતીને લવજેહાદનો શિકાર ન બનાવે તે માટે આ વખતે હિન્દુ સંગઠનો એક્વિટ મોડમાં છે...વડોદરામાં અશ્લિલ હરકતો કરતાં વિધર્મીઓ પકડાયા...તો સુરતમાં વિધર્મી કલાકારો મળ્યા...આખરે બજરંગ દળે શું કરી કાર્યવાહી?...જુઓ આ અહેવાલમાં...
નવરાત્રિ... મા આદ્યશક્તિની આરાધનાનું પવિત્ર પર્વ,...રંગ, રાસ અને ભક્તિનો અદભૂત સમન્વય. પરંતુ આ ભક્તિના માહોલમાં કેટલાક વિધર્મી તત્વો લવજેહાદના જાળ ફેલાવવાનો પ્રયાસ કરે છે.
વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર અશ્લીલ હરકતો કરતા વિધર્મી યુવકો ઝડપાયા...યુવતીઓને અશ્લીલ ઈશારા કરી, પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ તેમને ઝડપી લીધા, માફી મંગાવી અને પોલીસને સોંપ્યા. કોઈ હિંસા નહીં, માત્ર કાયદાકીય કાર્યવાહી કરી.
વડોદરાના LVP ગરબા ગ્રાઉન્ડમાં ખાણી-પીણીનો સ્ટોલ વિધર્મીનો હોવાનો ખુલાસો થયો... બજરંગ દળે તાત્કાલિક યુવકને બહાર કાઢી, વિવાદ શાંત કર્યો. ચેતવણી પણ આપી...
સુરતના વેસુમાં સુવર્ણ નવરાત્રિ મહોત્સવમાં ઢોલ વગાડતા 7 વિધર્મી કલાકારો ઝડપાયા... બજરંગ દળે આયોજકોને માફી મંગાવી અને સખ્ત ચેતવણી આપી, અને આયોજકે પણ આવતા વર્ષથી આવું નહીં થાય તેવી બાંહેધરી આપી...
નવસારીમાં હિંદુ સંગઠનોના કાર્યકરો દરેક ગરબા ગ્રાઉન્ડમાં આકસ્મિક ચેકિંગ કરે છે. આઈડીથી લઈ ટિલક સુધીની તપાસ કરી... ધ્યેય એક જ લવજેહાદ રોકો, બહેન-દીકરીઓની સુરક્ષા...ગુજરાતમાં હજારો હિન્દુ કાર્યકરો રાત-દિવસ આ કામ કરી રહ્યા છે...
આ છે નવરાત્રિની સાચી ભાવના, ભક્તિ, એકતા, સુરક્ષા...નોરતા શક્તિની ઉપાસનાનું પર્વ છે...પણ શક્તિ સ્વરૂપા યુવતી સાથે વિધર્મીઓ દ્વારા જે ચેનચાળા કરવામાં આવે છે તે રોકવા માટે હવે હિન્દુ સંગઠનો મેદાનમાં છે...