કુતિયાણાના પૂર્વ MLAના પત્ની હિરલબા જાડેજાની મુશ્કેલી વધી! 6 શખ્સો વિરુદ્ધ નોંધાઈ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ

પોરબંદર જિલ્લાના કુછડી ગામે પૈસાની લેતી-દેતી મામલે અપહરણ કરી ગોંધી રાખવા મામલે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વ.ભુરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજા સહિતના તેમના સાગરીતો હાલમાં જેલમાં છે ત્યારે હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર સાયબર પોલીસ સ્ટેશન ખાતે હિરલબા જાડેજા સહિત 6 શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જોવા મળી રહી છે.

કુતિયાણાના પૂર્વ MLAના પત્ની હિરલબા જાડેજાની મુશ્કેલી વધી! 6 શખ્સો વિરુદ્ધ નોંધાઈ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ

અજય શીલુ/પોરબંદર: પોરબંદર જિલ્લાના કુતિયાણા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સ્વ.ભુરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજા હાલમાં જૂનાગઢ જેલમાં કેદ છે ત્યારે તેમના પર વધુ એક ગંભીર પ્રકારનો ગુનો નોંધાયો છે.થોડા દિવસ પૂર્વે જે રીતે ઈઝરાયેલમાં રહેતી લીલુ ઓડેદરાના વાયરલ વિડીયો બાદ જે રીતે કુછડી ગામેથી રુપિયા 70 લાખની લેતી-દેતી મામલે હિરલબા જાડેજા વિરુદ્ધ અપહરણ અને ગોંધી રાખવા મામલે ગુનો નોંઘાયો હતો.

આ ગુનામાં હાલ આરોપી હિરલબા જાડેજા સહિત તેમના સાગરીતો જેલમાં બંધ છે ત્યારે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં હિરલબા ભુરા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા,પાર્થ સોંગેલા,મોહન રણછોડ વાજા.અજય મનસુખ ચૌહાણ,રાજુ મેર વિરુદ્ધ ગરીબ માણસોના તેમની જાણ બહાર બેન્ક એકાઉન્ટ ખોલાવી આ એકાઉન્ટમાં વિવિધ રાજ્યોમાંથી સાયબર ક્રાઈમ વડે મેળવેલ રુપિયા આ એકાઉન્ટોમાં મેળવી આરોપીઓએ રુપિયા મેળવી સાયબર ક્રાઈમ આચરતા હોવાનું સામે આવ્યુ છે.

પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.ચાવડા આ મામલે ફરિયાદી બન્યા છે અને તેઓની ફરિયાદમાં જણાવેલ કે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોટક મહિન્દ્રા બેન્કના 14 જેટલા શંકાસ્પદ બેન્ક એકાઉન્ટ ધ્યાને આવતા તે અંગે તપાસ કરતા 14 પૈકીના 5 એકાઉન્ટમાં કર્ણાટક,આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ડિજીટલ એરેસ્ટ તથા વિવિધ સાયબર ફ્રોડ વડે મેળવેલ 5 ખાતામાં 35 લાખ 70 હજાર રુપિયા આ પાંચ ખાતામાં જમા થયા હતા જેને હિરલાબા જાડેજાના માણસો દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા.

આ અંગે પોરબંદર જિલ્લા પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપતા જણાવ્યુ હતુ કે,કુલ જે 14 એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા તે તમામ એકાઉન્ટમાં હિરલા જાડેજાના સુરજ પેલેસનુ સરનામુ બતાવવામાં આવ્યુ છે.અલગ અલગ રાજ્યોમાં જે કરોડો રુપિયાના ફ્રોડ થયા છે તેમાથી આ 5 એકાઉન્ટમાં 35 લાખ 70 હજાર રુપિયા આવ્યા છે જે એકાઉન્ટ ધારકોની જાણ બહાર આ ખાતાનો હિરલબા જાડેજા સહિતના 6 શખ્સો દ્વારા કાવતરુ રચીને સાયબર ક્રાઈમના કામે ઉપયોગમાં લેવામાં આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. 

અલગ-અલગ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડના રુપિયા અલગ અલગ એકાઉન્ટમાં રુપિયા ટ્રાન્સફર મેળવી લેવાનો એક ગંભીર પ્રકારની એમઓ સાથેના ગુનાનો ખુલાસો થયો છે.પોરબંદર સાયબર પોલીસ સ્ટેશના ખાતે પોલીસને સમનવ્ય પોર્ટલ દ્વારા જાણવા મળેલ આ હકિકતો મુજબ કરોડો રુપિયાનુ મોટુ દેશ વ્યાપી રેકેટ હોવાની શક્યતા જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લા પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, આ આરોપીઓએ ખાતાધારકની જાણ બહાર જે દિવસે આ સાયબર ફ્રોડની રકમ જમા થતી હતી તે દિવસે જ આરોપીએએ આ પૈસા ઉપાડી લીધા હોવાનુ જાણાવા મળ્યુ છે.જે જે સાયબર ફ્રોડ થયેલા છે તે તમામ મોબાઈલ નંબરના ડેટા અમો મેળવી રહ્યા છે અને આરોપીઓએ અન્ય કોની સાથે સંકળાયેલ હતા તે તથા આ રેકેટ પોરબંદરથી જ ચાલતુ હતુ કે અન્ય કોઈ આ આરોપીઓ સાથે સંડોવાયેલ હતા તે તમામ પ્રકારની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 

બે મહિના પહેલા પોરબંદરમાં ઓપન થયેલા આ એકાઉન્ટોમાં જે રીતે સાયબર ક્રાઈમના પૈસા છે તે આવેલા છે તેવુ પોરબંદરની પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યુ છે ત્યારે હાલ તો પોલીસે આ ગુનામાં સંડોવાયેલ હિરલબા જાડેજા સહિતના આરોપીઓની અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે આરોપીઓની પુછપરછ બાદ જ આ મામલે સાચી હકીકત સામે આવશે કે આરોપીઓ છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના ફ્રોડમાં સામેલ હતા અને કઈ રીતે અને કઈ જગ્યાએથી આ સાયબર ફ્રોડનુ રેકેટ છે તે ચાલી રહ્યુ છે.પોરબંદર સાયબર પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાતા આ મામલે પોરબંદર જિલ્લામાં ભારે ચર્ચા છે તે લોકોમાં જોવા મળી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news