રેઢીયાળ પોલીસતંત્ર : તંત્રથી અસંતુષ્ટ મહિલા 16 દિવસનાં બાળકને લઇને કમિશ્નરને મળવા પહોંચ્યા

શહેરમાં ગત ગુરૂવારે બુડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે અડફેટમાં લેતાં બાઇક પર ઘરે પરત ફરી રહેલા બે દુકાનદાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સચિન જીઆઇડીસી પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, પરિવાર પોલીસ કામગીરીથી અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. 16 દિવસના દીકરાને લઈને મૃતકની પત્ની પરિવાર સહિતના લોકો સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. પોલીસ કમિશનરને અરજી કરી ડમ્પર ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રનનો ગુનો નોંધવા રજૂઆત કરી હતી.
રેઢીયાળ પોલીસતંત્ર : તંત્રથી અસંતુષ્ટ મહિલા 16 દિવસનાં બાળકને લઇને કમિશ્નરને મળવા પહોંચ્યા

તેજસ મોદી/સુરત: શહેરમાં ગત ગુરૂવારે બુડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે અડફેટમાં લેતાં બાઇક પર ઘરે પરત ફરી રહેલા બે દુકાનદાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સચિન જીઆઇડીસી પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, પરિવાર પોલીસ કામગીરીથી અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. 16 દિવસના દીકરાને લઈને મૃતકની પત્ની પરિવાર સહિતના લોકો સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. પોલીસ કમિશનરને અરજી કરી ડમ્પર ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રનનો ગુનો નોંધવા રજૂઆત કરી હતી.

મોદી સરકારે આપી ભેટ, ગુજરાતી ખેડૂતોમાં ખુશીની લહેર, આભાર વ્યક્ત કર્યો
ઉધનાના સત્યમ રો હાઉસમાં રહેતા વિકાસ સંતોષસિંગ રાજપુતની સચિન જીઆઇડીસીમાં હાર્ડવેરની દુકાન છે. પાંડેસરા શ્રીરામનગર ખાતે રહેતા બિટ્ટુ પ્રેમ ઠાકુર પણ તેમની દુકાન નજીક જ હેર સલૂન ધરાવતા હતા. બંને સાથે જ દુકાને જતા-આવતા હતા. ગુરૂવારે રાત્રે બંને દુકાન બંધ કરી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બુડિયા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતાં ડમ્પર ચાલકે બંનેને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. પરિવારે પોલીસ કમિશનરને અરજી કરી જણાવ્યું હતું કે, આ અકસ્માતના કેસમાં હીટ એન્ડ રનનો ગુનો નોંધવામાં આવે અને તે મુજબની તપાસ અને ન્યાયીક કાર્યવાહી કરવામાં આવે.

ટ્રક ચાલકને જો જામીન આપવામાં આવ્યા હોય તો તે રદ કરી કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવવી જોઈએ. આ અકસ્માતના કેસમાં કલમ 304(અ) રદ કરી 304 પાર્ટ-2નો ઉમેરો કરવો જોઈએ. મૃતક દુકાનદારના પિતા સંતોષસિંગે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ડમ્પર ચાલક ભાગી ગયો હતો. બે દિવસ બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યારબાદ જાણ થઈ હતી કે તેને જામીન મળી ગયા છે. મારી માંગ છે કે, ડમ્પર ચાલકને પકડવામાં આવે અને ન્યાયીક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આવી રીતે અકસ્માતો થતા રહેશે તો ઘણા પરીવારના દીકરાઓ પરથી પિતાની છત્રછાયા હટી જશે. પોલીસે શું કાર્યવાહી કરી તે અમને જાણ નથી. પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ છું. ડમ્પર ચાલકે અકસ્માત નથી કર્યો હત્યા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news