)
અલકેશ રાવ/બનાસકાંઠા: આજે પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો આ રંગોથી ભરેલા આ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે, પરંતુ બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની 213 વર્ષોથી વધુ સમયથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવતી નથી. છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો હોળી મનાવતા નથી.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે આ રામસણ ગામ,આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા.
જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ. આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું, ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે.
રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ 213 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઉઠે છે. આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું એટલે ગામના લોકો જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે. તો એમને પણ દુખ થાય છે કે આમરા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી. તેથી હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે.
વર્ષો પહેલા પહેલા બનેલી ઘટનાથી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેવો આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી, પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે .જોકે આ ગામ હોળીનો તહેવાર નથી ઉજવતું પરંતુ ધુળેટીનો તહેવાર સમગ્ર ગામ એકત્ર થઈ ધામધૂમપૂર્વક મનાવે છે.