હોળીના સળગતા અંગારા પર ચાલ્યા લોકો, સરસ ગામની વર્ષો જૂની પ્રથા હજી પણ જીવંત
સુરત શહેરથી 35 કિલોમીટર દુર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે. અને ખુબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. જ્યારે હોળિકા દહન બાદ સળગતા અંગારા પર ચાલે છે
સંદીપ વસાવા/સુરત :સુરતના ઓલપાડમાં અનોખી હોળી ઉજવવામાં આવી હતી. ઓલપાડના સરસ ગામે હોળી પર્વે સળગતા અંગારા પર ચાલવાની પરંપરા હજુ પણ જીવંત છે. લોકો દુર દુરથી આ અનોખી હોળીના દર્શન કરવા આવે છે.
રંગોનો તહેવારની હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે. પરંતુ સુરતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે. ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. બે વર્ષ સુધી કોરોના મહામારીને લઈને ગ્રામજનો સિવાય અન્ય લોકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલ કોરોના ગાઈદલાઇનમાં છૂટછાટ મળતા સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો.
ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે. હોળીનો પર્વ એટલે બુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ. પણ સુરત શહેરથી 35 કિલોમીટર દુર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે. અને ખુબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. જ્યારે હોળિકા દહન બાદ ત્યાંના લોકો 5 થી 6 મીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. અંગારા પર ચાલનારા લોકો ગામના તળાવના સ્નાન કરે છે. અને હોળી ફેરા ફરી હોળી માતાની જય બોલાવી અંગારા પર ચાલવાની શરુઆત કરે છે. પાંચ વર્ષના બાળકથી લઇ વયોવૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે અંગારા પર ચાલે છે. વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનું સાહસ કરે છે.
પ્રથાની શરૂઆત કેવી રીતે થઈ
ગામમાં હોળી પર ચાલવાની શરુઆત નારણભાઈ લુહાર નામના વૃદ્ધે શરૂઆત કરી હતી. ત્યાર બાદ ચંદુભાઈ પટેલના પિતા હોળીના દેવતા ઉપર ચાલતા હતા. ચંદુભાઈના પિતાના અવસાન સમયે ચંદુ કાકા પાંચ વર્ષના હતા. અને હોળીના અંગાળા પર ચાલનાર કોઈ હતું નહીં. જેથી ચંદુ કાકાએ પાંચ વર્ષની ઉમરે હિંમતભેર અંગારા પર ચાલવાની શરૂઆત કરી હતી. આજે 68 વર્ષની ઉંમરે પણ તેમની હોળીના અંગારા પર ચાલવાની શ્રદ્ધા અતૂટ રહી છે. અને આજે પણ અંગારા પર ચાલવાની શરૂઆત તેઓ જ કરે છે.
ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર જ નિર્ભર હોય છે અને શ્રદ્ધા પર જ જીવન વિતાવે છે. સરસ ગામના લોકોને પર આવી જ કઈ શ્રદ્ધા હોળીના પર્વ પર છે. સરસ ગામમાં હોળિકા દહન બાદ અંગારા પર ચાલવાની પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે ઓલપાડ ગામના લોકો જ નહિ, પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવશ્ય આવે છે. હોળીના સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો આંખે વિશ્વાસ ના થાય તેવો લાગે છે. આ નજારો જોવા માટે પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સુરત સહિત રાજ્ય બહારથી તેમજ આજુ બાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચલાતા લોકોને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
સરસ ગામે બાપ-દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે. આજે ગામજનો ચાલે છે, તેમજ ગામ બહારથી આવેલી વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે. સરસ ગામમાં જ નહિ, પરંતુ સુરત જિલ્લાના કોઈ પણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ દેવતામાં ચાલી શકે છે. જે હોળી માતાની શ્રદ્ધા છે.