ડેટિંગ એપ પર યુવતીના મોહમાં પડતા પહેલા ચેતજો! સુરતના બારડોલીમાં હની ટ્રેપ અને નકલી પોલીસની ગેંગનો પર્દાફાશ
Dating App Scam: ડેટિંગ એપ થી તમે કોઈ ડેટ પર જઈ રહ્યા છો તો ચેતીજજો. તમે પણ હની ટ્રેપ અને નકલી પોલીસનો શિકાર બની શકો છો. સુરત જિલ્લા વધુ હની ટ્રેપ બારડોલી તાલુકાના મોતા ગામે હની ટ્રેપની ચોકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ નેટવર્કિંગ સાઈડ પર ડેટિંગ એપ બનાવી પુરુષોને ફસાવી તેમને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો કારસો રચાતો હતો.
Trending Photos
)
Dating App Scam: સુરત જિલ્લા વધુ હની ટ્રેપ બારડોલી તાલુકાના મોતા ગામે હની ટ્રેપની ચોકાવનારી ઘટના સામે આવી છે. આઠ જેટલા ભેજા બાજો મળી Quack Quack dating aap ડેટિંગ એપ બનાવી પુરુષોને ફસાવતા હતા. પ્રથમ એક મહિલા કોન્ટેક્ટ કરતી ત્યારબાદ અન્ય મહિલા સાથે ડેટ પર મોકલતા. ત્યારબાદ નકલી પોલીસના સ્વાંગમાં ઈસમો આવી રૂપિયા પડાવતા હતા. લાખો રૂપિયાની ખંડણી માંગી બ્લેક મેલ કરતા હતા. જેનો સુરત ગ્રામ્ય LCB અને બારડોલી ટાઉન પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે.
બારડોલીમાં ડેટિંગ એપ દ્વારા હની ટ્રેપનું નેટવર્ક
ઘટના જાણે એવી બની કે, એક આધેડને ડેટિંગ સાઇટ પર હંસા અને ભાવના નામની મહિલા સંપર્ક કર્યો હતો અને બન્નેએ મળી એક આધેડને તેમની જાળમાં ફસાવી પોતાના રામકૃષ્ણ સોસાયટીના ઘર નંબર 2માં મળવા બોલાવ્યા હતા. જ્યાં તેમના અન્ય 6 પુરુષ મિત્રો સાથે મળી આધેડ પાસે રૂપિયા પડાવવાની ચાલ રમવામાં આવી હતી.
આધેડને પોલીસની ખોટી ઓળખ આપી તેની પાસે 20 લાખની ખંડણી માંગવામાં આવી હતી અને જો નહી આપે તો બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. અંતે લાંબી રકઝક બાદ મામલો અઢી લાખ પતાવાનું નક્કી થયુ અને રૂપિયા ન મળે ત્યાં સુધી ફરિયાદીને આરોપીઓએ ઘરમાં જ ગોંધી રાખવાનું નક્કી કર્યુ હતું.
બારડોલી પોલીસે હની ટ્રેપ કૌભાંડનો કર્યો પર્દાફાશ
ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ તેમના ભાઈને કરી ત્યારે તેમના ભાઈ પણ ચોંકી ઉઠ્યા હતા અને સૂઝબૂઝ વાપરી તેમણે સુરત ગ્રામ્ય LCBનો સંપર્ક કર્યો હતો. સુરત ગ્રામ્ય LCB અને બારડોલી ટાઉન પોલીસ એક ટીમ તરત બનાવીને પોલીસ આરોપીઓ સુધી ગણતરીના કલાકોમાં જ પહોંચી ગઈ હતી.
પોલીસની ટીમે સ્થળ પરથી આરોપી મહિલાઓ ભાવનાબેન પ્રદીપભાઈ અડધડ, હંસાબેન અશોકભાઈ ચૌહાણ સાથે અક્ષય ચીખલિયા, સંજય ચૌહાણ, મયુર સુભાષ તાયડે તથા અલ્પેશ વાઘેલાને દબોચી લીધા હતા. જ્યારે આ કાવતરા સામેલ અન્ય બે આરોપીઓ ક્રિષ્નારામ અને એક અનામી વ્યક્તીની શોધખોળ પોલીસ કરી રહી છે.
પોલીસએ આરોપીઓની કડક પૂછપરછ કરતા પોલીસને ખબર પડી કે આ ટોળકીયે અગાઉ પણ આ જ ઘરમાં અન્ય એક શખ્સ સાથે પણ હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા હતા. જે બાબતે પોલીસે તે બીજા વ્યક્તિની પણ ફરિયાદ લીધી હતી અને આરોપીઓને કડક સજા થાય તેવી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે













