માતાજીના માંડવામાં જઈ રહેલા 3 યુવકોને મોત આંબી ગયું, ટ્રેક્ટરની ટક્કરથી બાઈક ફંગોળાયું

Accident News : વડોદરાના પાદરાના ચમારા બાંધ્યાપુલ પાસે ગમખ્વાર અકસ્માત... મુજપુરના ત્રણ આશાસ્પદ યુવાનોના મોત... સ્થાનિક આગવવાનો સ્થળ પર દોડી આવ્યા...
 

માતાજીના માંડવામાં જઈ રહેલા 3 યુવકોને મોત આંબી ગયું, ટ્રેક્ટરની ટક્કરથી બાઈક ફંગોળાયું

Vadodara News : વડોદરા પાસે આંકલાવમાં બાઈક પર સવાર ત્રણ યુવકોના અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રેક્ટરે ટક્કર મારતા ત્રણ યુવકો ત્યાં જ મોતને ભેટ્યા હતા. ત્રણેય યુવકો સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, ત્યારે કાળ ભરખી ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવના બામણગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. બામણગામ અંબાઈકુઈ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  
ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણ યુવકો રોડની સાઈડ પર ફંગોળાયા હતા. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. યુવકો મોટી સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news