હોળીના તહેવારમાં લોહીલુહાણ પરિજનોને જોઈ પરિવારોમાં કલ્પાંતનો માહોલ; ભયાનક અકસ્માત

સોમનાથ ભાવનગર હાઈવે પર બસ પલ્ટી જતા ભયાવહ અકસ્માત સર્જાયો. ઉંબરી ગામ નજીક હાઈવે પર અકસ્માત સર્જાતા પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયા. પ્રાઇવેટ બસ પલ્ટી જતા બસમાં સવાર અનેક મુસાફર ઘાયલ થયા. અમુક મુસાફરની હાલત ગંભીર.

હોળીના તહેવારમાં લોહીલુહાણ પરિજનોને જોઈ પરિવારોમાં કલ્પાંતનો માહોલ; ભયાનક અકસ્માત

ઝી બ્યુરો/ગીર સોમનાથ: સોમનાથ-ભાવનગર હાઈવે પર ઉંબરી ગામ નજીક હોળીની રાત્રીએ ભયાનક બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરુષનું દુઃખદ મોત નીપજ્યું છે, જ્યારે 14 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડીવાર માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાના પગલે પ્રભાસ પાટણ પોલીસ અને એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, એક પ્રાઈવેટ બસ સોમનાથથી ભાવનગર હાઈવે પર જતી હતી ત્યારે ઉંબરી ગામ નજીક અચાનક બસ પલ્ટી જતા તેમાં સવાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. 

બસમાં સવાર 30 જેટલા મુસાફરો માંથી 14 મુસાફરોને વધુ ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી અમુક મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેઓને વધુ ઉચ્ચ સારવાર માટે આદિત્ય બિરલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, બસ ખૂબ ઝડપમાં હતી અને અચાનક નિયંત્રણ ગુમાવી પલ્ટી ગઈ. સ્થાનિક રહીશોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદ કરી.

માછીમાર સમાજના સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, "બસ ચાલક નશાની હાલતમાં હોવાનું માલૂમ પડે છે. જો આવું સત્ય સાબિત થાય". હોળીના તહેવારમાં જ્યારે લોકો હર્ષ અને ઉમંગ સાથે ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે આ દુર્ઘટનાએ પરિવારોમાં શોકનો માહોલ સર્જી દીધો છે. ઇજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા છે અને તેમના સ્વજનોની ચિંતા તણાવભર્યા વાતાવરણમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news