કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતના આ 5 જિલ્લામાં ધોધમાર વરસાદ; અમુક જગ્યાએ તો વાવાઝોડા જેવી સ્થિતિ!

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદે માઝા મૂકી હતી. ત્યારે છેલ્લાં બે દિવસથી વરસાદે પોરો ખાધો હોય તેવું જણાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે (14 મે) 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. 

કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતના આ 5 જિલ્લામાં ધોધમાર વરસાદ; અમુક જગ્યાએ તો વાવાઝોડા જેવી સ્થિતિ!

Gujarat Heavy Rains: ગુજરાતમાં 10 દિવસ પછી આખરે કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે. જ્યારે 4 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા હોવાના આંકડા સામે આવ્યો છે. અમદાવાદમાં 38.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. હજુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી કરી છે. અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાગ વરસી રહ્યો છે. આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુંલેશના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ, જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

કપરાડામાં ધોધમાર વરસાદ
વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. કમોસમી વરસાદના કારણે વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપરાડાના સુથારપાડા, વિરક્ષેત્ર, માલઘર, અને મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.  

દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ
આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ વરસ્યો છે. ભારે પવન ફુંકાયા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દાહોદ શહેરમાં કમોસમી વરસાદ ખાબકયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

બોટાદમાં વાવાઝોડું સાથે ધોધમાર કમોસમી વરસાદ
ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઢડા તાલુકાના ગુંદાળા ગામે વાવાઝોડું સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુંદાળામાં જોરદાર પવનના સુસવાટા અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જોરદાર પવન અને ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગઢડા શહેર અને તાલુકાના માલપરા, રણીયાળા, ગુંદાળા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ
બોટાદના તાલુકાના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગુંદાળા ગામે મીની વાવાઝોડુ જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો છે. ગાજવીજ સાથે વરસાદ જોરદાર પવન ફૂંકાયો છે. ગુંદાળા,માલપરા, રણીયાલા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે.

અંબાજીમાં ફરી વરસાદ જેવો માહોલ 
અંબાજી પંથકમાં ફરી વરસાદ જેવો માહોલ સર્જાયો છે. અંબાજી પંથકમાં કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે, જ્યારે ભારે પવનને વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.  મોડી રાત સુધી વરસાદ પડે તેવી શક્યતા પણ હવામાન વિભાગે કરી છે. પવનના સુસવાટાને વાવાઝોડાના કારણે ગરમીનો ઉકળાટ ઓછો થયો છે. બજારોમાં અને હાઇ-વે પર અનેક હોડીંગ્સો ફાટયા હોવાના પણ અહેવાલો છે.

અરવલ્લીમાં કમોસમી વરસાદ વરસ્યો
અરવલ્લી, મોડાસા, મેઘરજ, શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડાસાના દધાલિયા, જંબુસર, મોતીપુરા સહિત ગામોમાં વરસાદ પડ્યો છે. મેઘરજના વાવ કંપા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શમાળાજીમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news