ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મળેલું રાઈઝીન કેટલું ખતરનાક છે? એક્સપર્ટસે આપી ચોંકાવનારી માહિતી

Biological weapon Ricin : ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મળેલું રાઈઝીન એક બાયોકેમિકલ હથિયાર છે. તે કેટલું વિનાશ કરી શકે છે તે એક્સપર્ટસ પાસેથી જાણીએ
 

ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મળેલું રાઈઝીન કેટલું ખતરનાક છે? એક્સપર્ટસે આપી ચોંકાવનારી માહિતી

Ahmedabad News : ગુજરાતમાંથી પકડાયેલા ત્રણ આતંકી પાસેથી ઘાતકી ઝેર રાઈઝીન મળી આવ્યું છે. ત્યારે આ ખતરનાક રાઈસીન મુદ્દે અમે ડોક્ટર સાથે વાત કરી. જેમા આ પ્રવાહી કેટલું ખતરનાક છે તે જાણવા મળ્યું

  • બાયો ટેરરિઝમ માટે રાઈસીનનો ઉપયોગ: ડૉ.યોગેશ ગુપ્તા
  • 'પાઉડર, સ્પ્રે કે પાણીમાં મિક્સ કરીને થઈ શકે ઉપયોગ'
  • 'ઝેર શરીરમાં પ્રવેશતા જ ઝડપથી બતાવે છે અસર'
  •  'શરીરના જુદા-જુદા અંગોને નુકસાન થતા નીપજે છે મોત' 

રાઈઝીન એ એરંડાના કચરામાંથી બનેલું એક ઘાતક રાસાયણિક ઝેર છે. શ્વાસમાં લેવામાં આવે કે ઇન્જેક્ટ કરવામાં આવે તો પણ થોડી માત્રા (5 માઇક્રોગ્રામ) જીવલેણ બની શકે છે. લક્ષણોમાં પેટમાં દુખાવો, ઉલટી અને ફેફસાં ફાટી જવાનો સમાવેશ થાય છે. કોઈ સારવાર નથી, જેના કારણે 36-72 કલાકમાં મૃત્યુ થાય છે. ગુજરાત ATS એ ISIS આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું. તેના ઉત્પાદનમાં સરળતા અને ઉપલબ્ધતા તેને આતંકવાદી હથિયાર બનાવે છે. તે એક પ્રકારનું બાયોકેમિકલ હથિયાર છે.

Add Zee News as a Preferred Source

ખતરનાક પોઇઝન રાઈઝન અંગે એમડી ફિઝીશિયન ડો યોગેશ ગુપ્તાએ જણાવ્યું કે, રાઈઝીન ક્યારે અજાણી રીતે કોઇના શરીરમાં પ્રવેશ નથી કરતું. તેનો ઉપયોગ બાયોટેરીરીઝીમ એટલે કે કેમીકલ ટેરીરીઝમ માટે થાય છે. એરંડાના બીજમાંથી બનાવેલા દિવેલ પછી વધેલા વેસ્ટથી રાઈઝીન બને છે. પાઉડર, સ્પ્રે કે કે પાણીમાં મીક્સ કરી તેનો ઉપયોગ કરાય છે. 

તેની અસર શું થાય છે 
તેમણે કહ્યું કે, આ પોઇઝન શરીરમાં પ્રવેશતાં જ શરદી ખાંસી તાવ ગુંગળામણ અને છાતી કડક થવાની શરૂઆત થાય છે અને થોડા સમય પછી ફેફસામાં પાણી ભરાવવાવી સમસ્યા થાય છે. આ ઘટના બાદ રાઈઝીનના સંપર્કમાં આવેલા વ્યક્તિનું ગુંગળામણથી મોત થાય છે. જો રાઈઝીન પાણી કે ખોરાક વડે શરીરમાં જાય તો સૌ પ્રથમ ડાયેરીયા થાય. ત્યાર બાદ કિડની લીવર અને મગજ ફેલ થઇ માણસનું મોત થાય છે. 

તેના ફેલાવાથી શું થાય
તબીબે ચેતવણી આપતા કહ્યું કે, આ કેમિકલ એક વ્યક્તિથી બીજા વ્યક્તિના સંપર્કમાં જતું નથી. પણ જો કોઇ સરફેઝ પર પડ્યુ હોય તો તેના સંપર્કમાં આવતા વ્યક્તિને તેની અસર થાય છે. તાત્કાલીક આવા સ્થળથી દુર થવુ હિતાવહ છે. શરીર પરના કપડા દુર કરી એક થેલીમાં ભરી લેવા શરીરને વધારે સાબુ અને પાણીથી ધોઇ ડોક્ટરની સારવાર લેવી. આ પોઇઝનનો કોઇ એન્ટીડોઝ નથી, સાઈનાઇના જેટલું જ ખતરનાક પોઈઝન છે. 

કેમિકલ એક્સપર્ટ શું કહે છે....

આતંકવાદીઓ પાસેથી ઝડપાયેલ એમોનીયમ નાઇટ્રેટ કેટલુ ખતરનાક તે વિશે કેમેસ્ટ્રીના પ્રોફેસર ડો. દિલીપ વસાવાએ જણાવ્યું કે, એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટક નથી પણ તે વિસ્ફોટકોમાં ઉપયોગમાં લેવાય છે, બીજા તત્વો સાથે તેનો ઉપયોગ થાય છે. એમોનિયમ નાઇટ્રેટ ઓક્સીડાઇઝીંગ એજન્ટ છે. લાકડના ભુકા સાથે, ધાતુઓ સાથે, અલગ અલગ કંપોઝાઇટ ઓઇલ અને ટીએનટી સાથે મિશ્રણ કરી તેનો વિસ્ફોટક તરીકે ઉપયોગ થાય છે. એમોનિયમ નાઇટ્રેટની મદદથી જે વિસ્ફોટ થાય ત્યારે 1800 થી 2000 ડિગ્રી જેટલુ તાપમાન ઉત્પન્ન થાય છે. વિસ્ફોટના કારણે હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે. જેનાથી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કયા પદાર્થ સાથે થાય છે તેના પર તેની ઘાતકતા નિર્ભર રહેલી છે. જો તેનો ઉપયોગ ટીએનટી સાથે થાયતો 5 કિલોમીટર સુધી અસર થાય,પુષ્કળ ધુમાડો પેદા કરે છે.

આ ઝેર ઓબામા અને ટ્રમ્પને મોકલવામાં આવ્યું હતું
આ ઝેરનો ઉપયોગ કરીને અગ્રણી અમેરિકન હસ્તીઓને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. 2013 માં, યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને એક અનામી પત્ર મળ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં રાઈઝીન હતું. વર્ષ 2020 માં, ડોનાલ્ડ ટ્રમ્પને પણ આવો જ એક પત્ર મોકલવામાં આવ્યો હતો. જોકે, આ કાવતરું પ્રારંભિક તબક્કે નિષ્ફળ ગયું હતું.

રાઈઝીન પ્રતિબંધિત યાદીમાં સામેલ છે

રાઈઝીનને અત્યંત ખતરનાક રાસાયણિક હથિયાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. કેમિકલ વેપન્સ કન્વેન્શન (CWC) ના શેડ્યૂલ 1 માં સમાવિષ્ટ કરીને તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આતંકવાદીઓ આ ઝેર તૈયાર કરવા અને ભારતમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

અહમદ મોહિઉદ્દીન સૈયદ કોણ છે?

ATS એ જણાવ્યું હતું કે હૈદરાબાદના 35 વર્ષીય ડૉક્ટર, અહમદ મોહિઉદ્દીન સૈયદ, એરંડાના બીજમાંથી કાઢવામાં આવતા પ્રોટીન, રાઈઝીનને સંભવિત હુમલા માટે હથિયાર બનાવવાની રીતો શોધી રહ્યા હતા.

ડોક્ટરનું આતંકવાદી કાવતરું
ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ ISIS આતંકવાદીઓમાંથી એક કથિત રીતે અત્યંત ઝેરી રાસાયણિક રાઈઝીન તૈયાર કરી રહ્યો હતો.

ખાદ્ય બજારોને નિશાન બનાવવામાં આવ્યા હતા
આરોપી ડોક્ટરે સોમવારે ત્રણ શહેરોમાં ભીડભાડવાળા ખાદ્ય બજારોનું સર્વેક્ષણ કર્યું હતું, અધિકારીઓએ ખુલાસો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ડોક્ટરે છેલ્લા છ મહિનામાં દિલ્હીની આઝાદપુર મંડી, અમદાવાદની નરોડા ફળ બજાર અને લખનૌમાં RSS કાર્યાલયનું સર્વેક્ષણ કર્યું હતું. ગીચ ભીડ અને ઉચ્ચ જાહેર પ્રવૃત્તિને કારણે પસંદ કરાયેલા આ સ્થળોને સંભવિત લક્ષ્ય માનવામાં આવતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news