પુસ્તકો વગર કેવી રીતે ભણશે ગુજરાત? નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વાલીઓ પર વધ્યો આર્થિક બોજ
નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વાલીઓની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે, એટલે બાળકોના ભણતરનો બોજ વધ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુસ્તકોની કિંમત 25 ટકા જેટલી વધતા વાલીઓની હેરાન પરેશાન થઈ ગયા છે.
અતુલ તિવારી/ગાંધીનગર: નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુસ્તકોની કિંમતમાં 25 ટકા સુધી વધારો થયો છે. કાગળની કિંમત વધતા પુસ્તક અને નોટબુકની કિંમત પર અસર થઈ છે. નોટબુકની કિંમત 55 રૂપિયા સુધી પહોંચી છે. બીજી બાજુ હાલ ધોરણ-1થી 10 સુધીના પુસ્તકોની અછત છે. દુકાનદારો સુધી પુસ્તકો પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. ધોરણ-10 પછી ચોપડી મળે તેવી શક્યતા છે.
ખાનગી શાળાઓ પરથી લોકોનું મન ઉઠી ગયું! ગુજરાતમાં 5 લાખ છાત્રોએ સરકારી શાળાઓમાં...!!
નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વાલીઓની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે, એટલે બાળકોના ભણતરનો બોજ વધ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુસ્તકોની કિંમત 25 ટકા જેટલી વધતા વાલીઓની હેરાન પરેશાન થઈ ગયા છે. નોટબુક અને ચોપડીઓની કિંમતમાં 25 ટકા સુધી ભાવવધારો થયો હોવાની માહિતી મળી છે. સ્ટેશનરી ધરાવતા સુનિલ દોશીએ કહ્યું કે, આ વર્ષે પુસ્તક અને નોટબુકમાં 25 ટકા સુધી ભાવ વધારો થયો છે. કાગળની કિંમત વધતા, ઇન્કની કિંમત વધતા તેની અસર દર વર્ષની જેમ પુસ્તક અને નોટબુકની કિંમત પર થઈ છે. નોટબુકની કિંમત 55 રૂપિયા સુધી જઈ પહોંચી છે. ગત વર્ષે 40 રૂપિયાની આસપાસ નોટબુક મળી રહેતી હતી.
ક્યાં કેટલો કહેર વરસાવશે 'બિપરજોય' વાવાઝોડું? ગુજરાતમાં ક્યાંથી થશે પસાર અને શું અસર
તો બીજી તરફ સ્કૂલ શરૂ થઈ અને પુસ્તકોની કિંમત વધવા છતાં દુકાનદારો સુધી પુસ્તકો પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. સ્ટેશનરી ચલાવતા સુનિલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 1 થી 10 સુધીમાં પુસ્તકોની અછત છે. ગણિત અને વિજ્ઞાનની ચોપડીઓ મળી રહી નથી. 10 જૂન બાદ જ ચોપડીઓ મળશે તેવું કહેવામાં આવ્યું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકના માતા ચેતાલી શાહ કે જેઓ પુસ્તક ખરીદવા આવ્યા હતા, તેમણે કહ્યું કે માત્ર ત્રણ ચોપડીઓ ખરીદી છે, તેની જ કિંમત 700 રૂપિયા કરતા વધુ ચૂકવી છે. હજુ અન્ય પુસ્તકો ખરીદવામાં બાકી છે, જે મળી રહ્યા નથી. એક તરફ મોંઘવારી અને બીજી તરફ આ વર્ષે પુસ્તકોમાં થયેલો ખૂબ ભાવ વધારો મુશ્કેલી વધારી રહ્યો છે.
WTC Final: ભારત બનશે ચેમ્પિયન કે તૂટી જશે સપનું, આ 5 ફેક્ટર ફાઈનલમાં હશે X ફેક્ટર
ઉલ્લેખનીય છે કે, નવું શૈક્ષણિક સત્ર શરુ થતા જ માર્કેટમાં પુરતા પુસ્તકો નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માર્કેટમાં ધક્કા શરુ થઈ ગયા છે. માર્કેટમાં ધોરણ 1થી 10ની પુસ્તકો સ્ટેશનરી સ્ટોરમાં મળી રહ્યા નથી. એક તરફ શાળાઓમાં અભ્યાસ શરુ થઈ ગયો છે ત્યારે પુસ્તકોની અછત માર્કેટમાં જોવા મળતા વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે સૌથી મોટો સવાલ છે.
આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો આ ભયંકર આગાહી
યુનિફોર્મની કિંમતમાં 25 ટકાનો વધારો
એક તરફ નોટબુક, પુસ્તક, સ્કૂલ બેગ અને પેન પેન્સીલ સહિત સ્કૂલ યુનિફોર્મની કિંમતમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. જેને લઈને નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુસ્તકોની કિંમત 25 ટકા જેટલી વધતા વાલીઓની પરેશાની વધી ગઈ છે. બીજી તરફ શાળાઓ શરુ થવા છતા માર્કેટમાં પુરતા પુસ્તકો પહોંચ્યા નથી.
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો