સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું મસમોટું જુગારધામ, 55 જુગારીઓ કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાયા

Gir Somnath: રાજ્યમાં ફરી એક વખત જુગારધામ ઝડપાયું છે. ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું છે. ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું. ગીર સોમનાથ LCBને મોટી સફળતા મળી છે. સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું. 55 જુગારીઓને 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે

સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું મસમોટું જુગારધામ, 55 જુગારીઓ કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાયા

Gir Somnath: પ્રવાસન સ્થળ સાસણ ગીરમાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે એક બાતમીના આધારે સાસણ ગીર નજીકના એક રિસોર્ટમાં દરોડો પાડીને જુગાર રમતા 55 લોકોને ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે 2 કરોડ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર LCB પોલીસને સાસણ ગીર નજીક આવેલ "ધ પ્રીમિયર રિસોર્ટ" માં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 55 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

70 મોબાઈલ, 15 કાર અને  28 લાખ મળી આવ્યા
ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે 70 મોબાઈલ ફોન, 15 કાર અને રોકડા 28 લાખ રૂપિયા સહિત કુલ 2 કરોડ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ 55 જુગારીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધ પ્રીમિયર રિસોર્ટમાંથી 54 જુગારીઓ ઝડપાયા
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય એક માહિતી અનુસાર, આ જ રિસોર્ટમાં અગાઉ પણ એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં અંદાજિત 25 લાખથી વધુ રોકડ અને 10 કારના મુદ્દામાલ સાથે 54 જુગારીઓને પકડવામાં આવ્યા હતા. આ ઘટના પણ બાતમીના આધારે જ કરવામાં આવી હતી.

પોલીસની આ કાર્યવાહીથી સાસણ ગીર અને આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news